Video Viral: લીલા શાકભાજી ખાતા પહેલા 100 વખત વિચારજો, ખેતરનો વાયરલ વીડિયો જોઇ લાગશે આંચકો

Vegetables Injected With Chemicals Video Viral : શું તમે જાણો છો કે તમે જે શાકભાજી ખરીદો છો તે ઇન્જેક્શન દ્વારા ઉગાડવામાં આવે છે? આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શાકભાજી વેચનાર ખેતરમાં ઉગેલા તુરિયામાં ઇન્જેક્શન મારી રહ્યો છે.

Written by Ajay Saroya
September 12, 2025 19:42 IST
Video Viral: લીલા શાકભાજી ખાતા પહેલા 100 વખત વિચારજો, ખેતરનો વાયરલ વીડિયો જોઇ લાગશે આંચકો
Vegetables Injected Virat Video : લીલા શાકભાજીને ઇન્જેક્શન આપતો વીડિયો વાયરલ થયો છે. (Photo: @naturalculture05 )

Viral Video : સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ વીડિયો વાયરલ થાય છે. આમાંના કેટલાક વીડિયો એવા છે જે આપણી આંખો ખોલી નાખે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે આપણે શાકભાજી ખરીદીએ છીએ, ત્યારે આપણે વેચનારને પૂછીએ છીએ કે શાકભાજી તાજા છે કે નહીં. ડોકટરો સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી ખાવાની પણ ભલામણ કરે છે, પરંતુ જો તમને ખબર પડે કે તમે જે શાકભાજી ખરીદી રહ્યા છો તેને ઇન્જેક્શન આપી ઉગાડવામાં આવ્યા છે, તો તે તમારા માટે મોટો આંચકો હશે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખેતરમાં તુરિયા રોપવામાં આવ્યો છે અને તે મોટા થઇ ગયા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, તુરિયાને કોઈ પ્રકારનું ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. ડોકટરોનું કહેવું છે કે સારા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી અને તાજા ફળો ખાવા જરૂરી છે, પરંતુ કેટલાક વેપારીઓ ઓછા સમયમાં વધુ નફો મેળવવા માટે શાકભાજી ઉગાડવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે. આ કેમિકલ અને ઇન્જેક્શન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો naturalculture05 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પર શેર કરવામાં આવ્યો છે અને નેટીઝન્સ તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એકે કહ્યું, “આના પર તાત્કાલિક કાર્યવાહી કરો,” જ્યારે બીજાએ કહ્યું, “હવે શું ખાવું, જીવવું કે નહીં.” ”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ