Americe Bomb Attack On Iran: અમેરિકાએ ઈરાન પર બોમ્બે એેટેક કર્યો છે. આ સાથે જ ઈઝરાયલ ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. આ કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધવાની શક્યતા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમે ત્રણ ઇરાની પરમાણુ સ્થળો: ફોર્ડો, નતાંઝ અને એસ્ફાહન પર અમારો ખૂબ જ સફળ હુમલો પૂર્ણ કર્યો છે.” તમામ વિમાનો હવે ઇરાની હવાઈ ક્ષેત્રની બહાર છે. બોમ્બનો આખો પેલોડ ફોર્ડો પર ફેંકવામાં આવ્યો હતો. જો કે ટ્રમ્પે એ નથી જણાવ્યું કે આ હુમલામાં કયા ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ન્યૂયોર્ક ટાઇમ્સ અને રોયટર્સે સુત્રોને ટાંકીને દાવો કર્યો છે કે આ મિશનમાં અમુત બી-2 સ્ટીલ્થ બોમ્બર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બી -2 સ્ટીલ્થ બોમ્બર શું છે?
બી-2 સ્ટીલ્થ બોમ્બર દુનિયાના સૌથી મોંઘા એરક્રાફ્ટ છે. તે ત્રણ દાયકાથી વધુ સમયથી અમેરિકન સ્ટીલ્થ ટેકનોલોજીની કરોડરજ્જુ છે. તેને બનાવનારા નોર્થરોપ ગ્રુમમેનના જણાવ્યા અનુસાર, તે દુશ્મનનું રક્ષા કવચ તોડવાની ક્ષમતા ધરાવે છે. બી-2ને અત્યાધુનિક ટેકનોલોજીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તે તમામ ઊંચાઇ પર ત્રાટકવાની અને એર ડિફેન્સ સિસ્ટમમાં પ્રવેશવાની ક્ષમતા માટે જાણીતું છે. રડારની પકડમાં પણ આ વિમાન સરળતાથી આવતા નથી. તેની ફ્લાઇંગ-વિંગ ડિઝાઇન, રડાર-એબ્સોર્બશન મટિરિયલ અને ઓછા ઇન્ફ્રારેડ સિગ્નેચરને કારણે તેનું રડાર ક્રોસ-સેક્શન લગભગ 0.001 ચોરસ મીટર છે. તે એક નાના પક્ષી જેવું છે.
ટ્રમ્પે ત્રણ ઈરાની લક્ષિત મથકો પર હુમલો કરવાની જાહેરાત કર્યા પછી આ અટકળોનો અંત આવ્યો હતો. ફોક્સ ન્યૂઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાએ ફોર્ડોને નિશાન બનાવવા માટે છ બંકર-બસ્ટર બોમ્બ ફેંક્યા હતા. બી-2 એકમાત્ર અમેરિકાનું ફાઇટર જેટ છે. તે બોમ્બ ધડાકાના મિશન પર મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર વહન કરવામાં સક્ષમ છે.

બંકર બસ્ટર બોમ્બ શું છે?
ગાઇડેડ બોમ્બ યુનિટ (જીબીયુ) 57ને બંકર બસ્ટર પણ કહેવામાં આવે છે. તે જીપીએસ સક્ષમ છે અને બંકરો અને ટનલમાં પ્રવેશવાને ભેદવા માટે બનાવવામાં આવ્યું છે. તેનું વજન 30,000 પાઉન્ડ છે અને જ્યારે અગાઉના અહેવાલો સૂચવે છે કે તે જમીનમાં 200 ફૂટ સુધી પ્રવેશી શકે છે. વર્ષોથી અપડેટ્સ આવ્યા છે. અમેરિકએ 20ની સદીની શરૂઆતમાં બોમ્બની રચના શરૂ કરી હતી અને બોઇંગને 2009માં 20 એકમોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.





