Nitin Gadkari on Ahmedabad-Vadodara Expressway | અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર નીતિન ગડકરી : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના વખાણ કર્યા છે. તેમના X એકાઉન્ટ પરની એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર કુદરતી સૌંદર્ય અને ઔદ્યોગિક કાર્યક્ષમતાનો સમન્વય અનુભવી શકાય છે. આ એક્સપ્રેસ વે દેશભરના ઔદ્યોગિક હબને ગુજરાત સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કેન્દ્રીય મંત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, ‘અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કુદરતી સૌંદર્ય અને ઔદ્યોગિક કાર્યક્ષમતાનો અદ્ભુત સંયોજન જોઈ શકાય છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ એક્સપ્રેસવે 1) ગુજરાતને તમામ ઔદ્યોગિક હબ સાથે જોડે છે અને માત્ર પરિવહનને સરળ બનાવે છે, એટલું જ નહીં પરંતુ સમગ્ર પ્રવાસ દરમિયાન અદભૂત કુદરતી સૌંદર્ય પણ પ્રદાન કરે છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે નો વડોદરા-ભરૂચ સેક્શન
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના વડોદરા-ભરૂચ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્સપ્રેસ વેનું કુલ અંતર 87 કિલોમીટર છે અને તેને ત્રણ તબક્કામાં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યુ હતુ. આ એક્સપ્રેસ વેનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય આર્થિક હબ સાથે કનેક્ટિવિટી અને મુસાફરોને સરળ અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનો છે. હવે ગુજરાતમાં આ હાઈવે પર ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે.
આ પણ વાંચો – દાહોદ લોકસભા બેઠક : સંતરામપુરના પરથમપુરમાં બૂથ હાઈજેક કરી બોગસ વોટિંગ પ્રયાસ, વીડિયો વાયરલ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા મુખ્ય લોજિસ્ટિક્સ કેન્દ્રો સાથે સારી રીતે જોડાયેલી કનેક્ટિવિટી ધરાવે છે. પરિણામે અંકલેશ્વર અને ભરૂચ પ્રદેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના 87 કિમીના પટનું પૂર્ણ થવું એ મજબૂત રોડ નેટવર્ક બનાવવાની સરકારની મોટી ચિંતા દર્શાવે છે.