Sindhu Jal Sandhi: સિંધુ જળ સંધિ શું છે, ભારત પાકિસ્તાન વચ્ચે 1960ના કરાર પર કેમ થયો વિવાદ

Indus Water Treaty Between India And Pakistan: ભારતે 30 ઓગસ્ટે પાકિસ્તાનને સિંધુ જળ સંધિની સમીક્ષા કરવા માટે નોટિસ મોકલી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ કેમ કરવામાં આવી હતી? જાણો ચાલીયે

Written by Ajay Saroya
September 20, 2024 17:13 IST
Sindhu Jal Sandhi: સિંધુ જળ સંધિ શું છે, ભારત પાકિસ્તાન વચ્ચે 1960ના કરાર પર કેમ થયો વિવાદ
Indur Rives Dispute Between India And Pakistan: સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1960માં કરવામાં આવી હતી. (Photo: Wikimedia Commons)

Indus Water Treaty Between India And Pakistan: સિંધુ જળ સંધિ મામલે ભારત અને પાકિસ્તાન આમને સામને છે. ભારતે આ વર્ષે 30 ઓગસ્ટે પાકિસ્તાનને સિંધુ જળ સંધિની સમીક્ષા કરવા માટે ઔપચારિક રીતે નોટિસ મોકલી હતી. નોટિસમાં આ સંધિની સમીક્ષા અને સુધારા માટે જણાવવામાં આવ્યું છે. પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે તે આ જળ સંધિને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે અને આશા રાખે છે કે ભારત આ જળ સંધિ હેઠળ કરારની જોગવાઈઓનું પાલન કરશે. આવી સ્થિતિમાં, તે જાણવું મહત્વપૂર્ણ છે કે આ બંને પાડોશી દેશો વચ્ચે સિંધુ જળ સંધિ શા માટે કરવામાં આવી હતી?

ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ માર્શલ મોહમ્મદ અયુબ ખાન વચ્ચે 19 સપ્ટેમ્બર, 1960ના રોજ પાકિસ્તાનના કરાચીમાં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા.

સિંધુ નદી શું છે?

સિંધુ નદી સિંધુ ખીણની સંસ્કૃતિનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ નદી દક્ષિણ-પશ્ચિમ તિબેટમાં માનસરોવર સરોવર નજીકથી નીકળે છે અને કાશ્મીરમાં થઈ પંજાબના ખેતરો માંથી વહી અરબી સમુદ્રમાં મળે છે. આ નદીની મુખ્ય ઉપનદીઓમાં ઝેલમ, ચિનાબ, રાવી અને બિયાસનો સમાવેશ થાય છે.

સિધું જળ સંધિ વિવાદ શું છે?

ઈન્ડસ ડિવાઈડઃ ઈન્ડિયા, પાકિસ્તાન એન્ડ ધ રિવર બેસિન ડિસ્પ્યુટ (Indus Divided: India, Pakistan and the River Basin Dispute) નામના પુસ્તકમાં પર્યાવરણવાદી ઇતિહાસકાર ડેનિયલ હેઈન્સે જણાવ્યું છે કે 1948નું વર્ષ પાકિસ્તાનમાં પશ્ચિમ પંજાબના લોકો માટે પડકારોથી ભરેલું હતું. તેઓ સિંચાઈ માટે કૃત્રિમ રીતે બનાવેલી નહેરો પર આધાર રાખતા હતા. ત્યારે ત્યાંના લોકો પૂછતા હતા કે, કેનાલનું પાણી ક્યારે મળશે.

જો કે એવા હેડવર્ક્સ જે એન્જિનિયરોને આ નહેરમાં નદીનું પાણી છોડવાની મંજૂરી આપી હતા, જે પૂર્વ પંજાબમાં આવેલા હતા અને આ કારણસર ભારતને પાકિસ્તાનના પાણી સપ્લાય કરવા પર અંકુશ મળ્યો હતો.

ભારતના નેતાઓએ તેમના વિસ્તારની તમામ નદીઓના પાણી પર સંપૂર્ણ અધિકાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતના ઇજનેરો સતલજ નદી સાથે જે ઇચ્છે તે કરી શકે છે. સતલજ નદી પંજાબની નહેરોને પાણી પૂરું પાડતી હતી. પરંતુ પાકિસ્તાને સતલજ નદીના પાણી પર દાવો કર્યો કારણ કે તે પાકિસ્તાનની બે મુખ્ય સિંચાઈ યોજનાઓ – રાવી પર માધોપુર અને સતલજ પર ફિરોઝપુર માટે આવશ્યક હતું, જે બંને ભારતમાં સ્થિત છે.

ધીમે ધીમે આ વિવાદ વધતો ગયો અને તેમાં સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓનો પણ સમાવેશ થતો ગયો. 1947માં ભારતના ભાગલા બાદ નવી આંતરરાષ્ટ્રીય સરહદની રચના થઈ અને ઉત્તરીય પર્વતીય વિસ્તારોને વિભાજિત કરી દીધા. મોટાભાગની નદીઓ દક્ષિણના ડેલ્ટામાંથી નીકળે છે, પરંતુ આ નદીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષનું કારણ ગઇ બની.

ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (વર્લ્ડ બેંક) દ્વારા લાંબા પ્રયાસો બાદ 19 સપ્ટેમ્બર, 1960ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધિ હેઠળ, ભારતને પૂર્વીય નદીઓ – સતલજ, બિયાસ અને રાવી પર એકાધિકાર મળ્યો હતો જ્યારે પશ્ચિમની નદીઓ – સિંધુ, જેલમ અને ચિનાબના પાણી પર પાકિસ્તાનને અધિકાર મળ્યો હતો.

યુદ્ધ પછી પણ આ કરારનું પાલન કરવામાં આવ્યું હતું

ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીને લઈને વિવાદ ન થાય તે માટે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બંને પાડોશી દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવામાં સિંધુ જળ સંધિની મહત્વની ભૂમિકા છે. બંને દેશો અણુશસ્ત્રોથી સજ્જ છે અને 1965 અને 1971ના યુદ્ધ છતાં બંને દેશોએ સંધિનું સતત પાલન કર્યું છે.

જો કે, પાકિસ્તાન ભારતમાં બે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ – કિશનગંગા પ્રોજેક્ટ અને રાતલે પ્રોજેક્ટ – સામે વાંધો ઉઠાવી રહ્યું છે અને તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. પાકિસ્તાનનો આરોપ છે કે બંને પ્રોજેક્ટ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ