WhatsAppએ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ બીટા યુઝર્સની માટે કેપ્ટ મેસેજ (Kept Messages) ફીચર લોન્ચ કર્યું છે. WhatsAppના મોટાભાગના ફીચર્સ અને અપડેટ અંગેની જાણકારી આપતી વેબસાઇટ WaBetaInfoના મતે લોકપ્રિય ચેટિંગ એપ એ જાન્યુઆરી 2023માં પહેલીવાર કેપ્ટ મેસેજ ફીચરની ઘોષણા કરી હતી.
કેપ્ટ મેસેજ ફીચર શું છે?
WhatsAppએ તેના યુઝર્સ માટે કેપ્ટ મેસેજ નામનું નવું ફીચર લોન્ચ કર્યુ છે. હવે આ ફીચરને લોન્ચ કર્યા બાદ WhatsApp યુઝર્સને ડિસઅપીયરિંગ ફીચર મારફતે નક્કી કરેલા સમય દરમિયાન કરાયેલી ચેટિંગ મેસેજને સેવ કરવાની મંજૂરી મળશે. વોટ્સઅપ યુઝર્સની પાસે સમય વિતી ગયા બાદ ઓટોમેટિક ડિલિટ થઇ જતા મેસેજ પણ આ કેપ્ટ ફીચરનો ઉપયોગ કરીને સેવ કરાયેલા મેસેજ સુરક્ષિત રહેશે.
WhatsAppના લેટેસ્ટ અપડેટમાં મળશે Kept Messages ફીચર
WaBetaInfoની રિપોર્ટ અનુસાર Android સ્માર્ટફોન યુઝર્સને WhatsApp બીટા યુઝરને કેપ્ટ મેસેજ ફીચર લેટેસ્ટ એપ વર્ઝન 2.23.4.10ની સાથ મળશે. કેટલાક બીટા યુઝર્સને આ નવું ફીચર WhatsAppના 2.23.4.6 અને 2.23.4.8 અપડેટની સાથે ઉપલબ્ધ થશે.
WhatsAppના ડિસઅપીયરિંગ ફીચરથી જે લોકોને માહિતી નથી તેમની જાણકારી માટે જણાવી દઇયે કે આ ફીચર હેઠળ WhatsApp યુઝર ઉપલબ્ધ ઓપ્શનની અનુસાર પસંદગીના સમય માટે અન્ય યુઝર્સન સાથે મેસેજ ચેટ કરે છે. સમય વિતી ગયા બાદ ચેટ બોક્સમાંથી આ મેસેજ આપમેળે ગાયબ કે ડિલિટ થઇ જાય છે. આ નવુ ફીચર બીટા ટેસ્ટર્સની માટે લોન્ચ કરવામાં આવ્યુ છે, WhatsApp ભવિષ્યમાં કેપ્ટ મેસેજ ફીચરને વધારે યુઝર્સ સુધી પહોંચાડવાની યોજના બનાવી રહ્યુ છે.
હાલ WhatsApp એ એન્ડ્રોઇડ યુઝર્સની માટે નવા ફીચરને અપડેટ ઉપલબ્ધ કરાવ્યું છે. આઇફોન યુઝર્સને કેપ્ટ મેસેજ ફીચરવાળા WhatsAppનું અપડેટ ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી નથી.
Kept Messages ફીચર કેવી રીતે કામ કરે છે
હવે લેટેસ્ટ કેપ્ટ મેસેજ ફીચર (Kept Messages) વોટ્સએપ યુઝરને ડિસઅપીયરિંગ ફીચર પર નિયંત્રણ રાખવાનો વિકલ્પ આપે છે. આ કેપ્ટ મેસેજ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ ઓટોમેટિક ડિલિટ થતી ચેટિંગને સેવ કરી શકે છે. નવા ફીચરની મદદથી સેવ કરેલી ચેટ કોઈપણ જોઈ શકશે. તે હંમેશા ચેટ બોક્સમાં દેખાશે. કેપ્ટ મેસેજ ફીચર હેઠળ યુઝર પાસે સેવ કરેલી ચેટ્સને અન-કીપ કરવાનો વિકલ્પ પણ હશે. જો તેઓ ઇચ્છે તો, તેઓ કોઈપણ સમયે તે મેસેજને અન-કીપ (un-keep) કરી શકે છે. યુઝર સેવ કરેલા મેસેજને અન-કીપ કરવાની સાથે જ તે ચેટબોક્સમાંથી હંમેશા માટે ડિલિટ થઈ જશે.