ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે (WhatsApp) તેના કરોડો યુઝર્સના અનુભવને વધારે શ્રેષ્ઠ અને સુવિધાજનક બનાવવા માટે કોમ્યુનિટી ફીચર શરૂ કર્યું છે. આ ફીચર દ્વારા ગ્રૂપમાં 1024 મેમ્બર એડ કરી શકાય છે અને એક સાથે એક જ સમયે 32 લોકો સાથે વીડિયો કોલ પર પણ વાત કરી શકે છે. આ નવા ફીચરની ઘોષણા ખુદ માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી.
માર્ક ઝકરબર્ગે જાણકારી આપી
Metaના સ્થાપક અને CEO માર્ક ઝકરબર્ગે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “આજે અમે WhatsAppનું કોમ્યુનિટી ફીચર લોન્ચ કરી રહ્યા છીએ. આ તમારા અનુભવને વધુ બેસ્ટ બનાવશે. આ ફીચરની મદદથી હવે એક સાથે 32 લોકો વીડિયો કોલ પર વાત કરી શકશે. આ સાથે, તમારા વોટ્સએપ મેસેજની પ્રાયવસી વધારે મજબૂત થશે.
એડમિન માટે વોટ્સએપ ગ્રૂપને મેનેજ કરવું સરળ બનશે
આ વર્ષે સપ્ટેમ્બરમાં કંપની દ્વારા કોમ્યુનિટી ફીચર લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ફીચરનો હેતુ વોટ્સએપ પર ગ્રૂપ ચેટિંગને પહેલા કરતા વધુ સારો બનાવવાનો છે. આ નવું ફીચર એડમિન ગ્રૂપને મેનેજ કરવામાં ખૂબ મદદરૂપ થશે. ઉપરાંત, આની મારફતે એક ગ્રૂપમાં અલગ-અલગ ગ્રૂપોને તમારી સાથે જોડી શકાય છે. તેની માટે ગ્રૂપ દ્વારા જે ગ્રૂપ કે વ્યક્તિને એડ કરવા છે તેને ઇનવિટેશન મોકલવાનું રહેશે. જો ઇનવિટેશન મેળવનાર વ્યક્તિ અથવા ગ્રૂપ ઇનવિટેશન સ્વીકારે છે, તો તે વ્યક્તિ તે ગ્રૂપમાં જોડાઇ જશે. આ ફીચરની સૌથી મહત્વની વાત એ છે કે તેને વિવિધ જરૂરિયાતો અનુસાર મેનેજ કરી શકાય છે.
એન્ડ્રોઇડ અને iSO ફોનના યુઝર્સ ઉપયોગ કરી શકશે
એન્ડ્રોઇડ અને iOS ફોન યુઝર્સ WhatsAppના આ નવા ફીચરનો ઉપયોગ કરી શકે છે. આ ફીચર દ્વારા નવું ગ્રૂપ બનાવી શકાય છે તેમજ જૂના ગ્રુપને વધારી શકાય છે. આ સાથે, ગ્રૂપમાં સમાવિષ્ટ વ્યક્તિ તેમની જરૂરિયાતો અનુસાર ગ્રૂપ બદલી શકે છે. ઉપરાંત, એડમિન ગ્રૂપના તમામ સભ્યોને જરૂરી અપડેટ અથવા માહિતી- જાણકારી આપી શકે છે.
WhatsApp એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે પોતાની સર્વિસ ચાલુ રાખશે. આ નવા ફીચર મારફતે કોઈ ચોક્કસ ગ્રુપમાં સામેલ લોકો જ તે ગ્રૂપના મેસેજ જોઈ શકશે. જો કે કોમ્યુનિટીઝમાં સામેલ વ્યક્તિ તમામ ગ્રૂપને સંદેશા મોકલી શકે છે, પરંતુ આ મેસેજ માત્ર એવા જ લોકોને દેખાશે જેમણે આ મેસેજીસની પરવાનગી આપી છે. આ સાથે જ યુઝર્સની પાસે દુરુપયોગ વિશે રિપોર્ટ કરી શકે છે, એકાઉન્ટ્સને બ્લોક કરી શકે છે અને સાથે યુઝર્સ જે ગ્રૂપમાં રહેવા ઇચ્છતો નથી તેમાંથી બહાર નીકળી શકે છે.