હાલમાં મોટાભાગના મોબાઇલ યુઝર્સ મેસેજીંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરે છે અને ભારતમાં તેના સૌથી વધારે યુઝર્સ છે. જો કે વોટ્સએપ યુઝર્સ માટે એક ચિંતાજનક આવ્યા છે. વોટ્સએપ એપ્લિકેશન સુરક્ષિત ન હોવાનો દાવો કરતા સોશિયલમ મીડિયા એપ ટેલિગ્રામના સીઇઓ પાવેલ દુરોવે (Telegram CEO Pavel Durov) કહ્યુ કે, વોટ્સએપ તેના ડેટાની એક્સેસ સરકાર, એજન્સીઓઅને હેકરોને પૂરી પાડે છે.
“WhatsApp એક સર્વેલન્સ ટૂલ (surveillance tool) છે. તે પોતાના યુઝર્સ પર નજર રાખે છે. વોટ્સએપ યુઝર્સના ડેટા જાસૂસી માટે ઉપલબ્ધ કરાવે છે અને તે સરકારો, એજન્સીઓ અને હેકરોને મેસેજની ઍક્સેસ પુરી આપે છે. આથી વોટ્સએપનો ઉપયોગ બિલકુલ સુરક્ષિત નથી.
આ તમામ આરોપો ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર લગાવ્યા છે. ટેલિગ્રામના સ્થાપકનું કહેવું છે કે હેકર્સ પાસે વોટ્સએપ યુઝર્સના ફોન પરની દરેક બાબતની સંપૂર્ણ ઍક્સેસ છે.
તેમણે લોકોને તેમના ફોનને હેક થવાથી બચાવવા માટે વોટ્સએપ સિવાય અન્ય કોઈપણ મેસેજિંગ એપનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. તેણે કહ્યું છે કે ભલે તમે ટેલિગ્રામનો ઉપયોગ ન કરો, પરંતુ વોટ્સએપનો ઉપયોગ કરવાનું બંધ કરો.
13 વર્ષથી થઈ રહી છે જાસૂસી
વોટ્સએપ જાન્યુઆરી 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ટેલિગ્રામના પાવેલ દુરોવનો દાવો છે કે, કંપની તેના યુઝર્સના ડેટાને છેલ્લા 13 વર્ષથી જાસૂસી માટે ઉપલબ્ધ કરાવી રહી છે. દુરોવનો ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ કે, વોટ્સએપમાં દેખાતી સુરક્ષા સંબંધિત ખામીઓ હકીકતમાં કંપની દ્વારા જાણીજોઈને રાખવામાં આવી છે.
તમારા બધા જ મેસેજ સુધી સરકાર પહોંચી શકે છે
સીઈઓ પાવેલ દુરોવે વોટ્સએપ પર આક્ષેપોનો મારો ચલાવતા વધુમાં કહ્યું હતું કે કંપની સરકાર, એજન્સીઓ અને હેકર્સને તેના યુઝર્સના મેસેજની એક્સેસ આપે છે. વ્હોટ્સએપને દરેક વર્ગ માટે અસુરક્ષિત ગણાવતા તેમણે કહ્યું છે કે તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છો તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમારા ફોનમાં WhatsApp છે તો તમારો ડેટા એક્સેસ કરી શકાય છે.
Whatsapp વિશ્વની સૌથી લોકપ્રિય એપ છે
દુરોવે ભૂતકાળમાં દાવો કર્યો હતો કે જ્યાં સુધી વોટ્સએપ તેની કામ કરવાની રીતમાં મૂળભૂત ફેરફારો કરવામાં નહીં આવે ત્યાં સુધી તે સુરક્ષિત રહેશે નહીં. ટેલિગ્રામ, જે પોતાને સુરક્ષિત એપ્લિકેશન તરીકે વર્ણવે છે, તેના 70 કરોડથી વધારે એક્ટિવ યુઝર્સ છે.
જોકે, વોટ્સએપની સરખામણીમાં ટેલિગ્રામના યુઝર્સની સંખ્યા હજુ પણ ઘણી ઓછી છે. WhatsAppના દુનિયાભરમાં લગભગ 2 અબજ જેટલા યુઝર્સ છે. તે ચીનની માલિકીની એપ WeChat અને ફેસબુક (Facebook Messenger) કરતાં પણ આગળ છે. આ રીતે તે વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે.