Whats App Update : વોટ્સએપે વીડિયો કોલમાં આ નવું ખાસ ફીચર ઉમેર્યું

Whats App Update : વોટ્સએપે વીડિયો કોલમાં એક ખાસ ફીચર એડ કર્યું છે, તે ગ્રૂપ કૉલ્સ માટે પણ કામ કરે છે, જેથી તમે ઓફિસના લોકો સાથે સહયોગ કરી શકો અથવા તમારા મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકો. અહીં જાણો ફીચર વિષે

Whats App Update : વોટ્સએપે વીડિયો કોલમાં એક ખાસ ફીચર એડ કર્યું છે, તે ગ્રૂપ કૉલ્સ માટે પણ કામ કરે છે, જેથી તમે ઓફિસના લોકો સાથે સહયોગ કરી શકો અથવા તમારા મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકો. અહીં જાણો ફીચર વિષે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
તમે કૉલ પર કોઈપણ સાથે તમારી સ્ક્રીન શેર કરી શકો છો. (તસવીરઃ વોટ્સએપ)

You can share your screen with anyone on a call. (Image: WhatsApp) You can share your screen with anyone on a call. (Photo: WhatsApp)

મેટાના CEO માર્ક ઝકરબર્ગે વોટ્સએપ માટે એક નવા ફીચરની જાહેરાત કરી છે જેમાં યુઝર્સ વીડિયો કૉલ દરમિયાન તેમની સ્ક્રીન શેર કરી શકે છે. આ સુવિધા ક્રોસ-પ્લેટફોર્મ સુસંગત છે, જે યુઝર્સને કૉલ પર એક અથવા વધુ વ્યક્તિઓને તેમની સ્ક્રીનનો લાઇવ વ્યૂ સરળતાથી બતાવવા શકે છે.

Advertisment

વોટ્સએપની પ્રેસ રીલીઝમાં હતું કે, “કામ માટેના દસ્તાવેજો શેર કરવા, પરિવાર સાથે ફોટા બ્રાઉઝ કરવા,વેકેશનનું આયોજન કરવું અથવા મિત્રો સાથે ઓનલાઈન ખરીદી કરવી, અથવા ફક્ત દાદા દાદીને ટેક સપોર્ટ માટે મદદ કરવી, સ્ક્રીન શેરિંગ તમને કોલ દરમિયાન તમારી સ્ક્રીનનો લાઈવ વ્યૂ શેર કરવા દે છે.''

આ પણ વાંચો: Jiophone 5G: જિઓના સસ્તા 5G સ્માર્ટફોન પરથી આ તારીખે ઉઠી શકે છે પડદો, નવા 5G મોબાઇલની કિંમત અને ફિચર્સ વિશે જાણો

ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. વિડિઓ કૉલ દરમિયાન, તેઓ સ્ક્રીનના નીચે એક નવું 'શેર' આઇકન જોશે. તેના પર ટેપ કરીને, તેમને સ્ક્રીન શેરની ઍક્સેસ આપવા માટે કહેવામાં આવશે. તેમની સ્ક્રીન પછી થર્ડ પાર્ટીને સ્ટ્રીમ કરવામાં આવશે.

Advertisment

નોંધ કરો કે સુવિધા બહાર પાડવામાં આવી રહી છે. જ્યારે કેટલાક તેને તેમના WhatsApp પર પહેલેથી જ જોઈ રહ્યાં હશે, અન્યને થોડી વધુ રાહ જોવી પડી શકે છે.

આ ફીચર વીડિયો કોલ માટે લેન્ડસ્કેપ મોડને પણ સપોર્ટ કરે છે. વિશાળ અને વધુ ઇમર્સિવ જોવાના અનુભવ માટે ડેસ્કટૉપ પ્લેટફોર્મ પરથી સ્ક્રીન શેર કરતી વખતે આ ઉપયોગી થઈ શકે છે.

આ પણ વાંચો: Electric Scooter: ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું છે? ઓગસ્ટમાં 3 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થશે, જે બજેટ ફ્રેન્ડલી હશે અને આપશે બેસ્ટ માઇલેજ – ફિચર્સ

વ્હોટ્સએપનું સ્ક્રીન-શેરિંગ ગ્રુપ કોલ માટે પણ કામ કરે છે. તેથી તે બિઝનેસ સેટિંગ્સમાં WhatsAppને વધુ સર્વતોમુખી (Versatile) બનાવી શકે છે. જે યુઝર્સ પહેલા સ્ક્રીન શેરિંગ માટે Google મીટ અને ઝૂમ જેવી એપ્સ પર આધાર રાખતા હતા તેઓ હવે તે જ હેતુ માટે WhatsAppનો ઉપયોગ કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ