scorecardresearch

WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર: ડિસેમ્બર બાદ 49 ફોનમાં વોટ્સઅપ નહીં ચાલે, જોઇ લો યાદી

WhatsApp Support Ends: 31 ડિસેમ્બર, 2022 બાદ સેમસંગ (Samsung phone), હ્યુવેઇ (Huawei phone), સોની (Sony phone), એલજી (LG Phone), એપલના આઇફોન (Apple iphone) સહિત ઘણી કંપનીઓના 49 સ્માર્ટફોનમાં WhatsApp સપોર્ટ કરવાનું બંધ થઇ જશે. સરળ શબ્દોમાં કહીયે તો આ સ્માર્ટફોનમાં વોટ્સઅપ ચાલશે નહીં. જોઇ લો યાદી

WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર: ડિસેમ્બર બાદ 49 ફોનમાં વોટ્સઅપ નહીં ચાલે, જોઇ લો યાદી

WhatsApp Support Ends: વોટ્સઅપ (WhatsApp) હાલ વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન પૈકીની એક છે. મેટા ઇન્કની માલિકીના WhatsAppમાં નવા ફીચર્સ આવતા રહે છે. આ કારણસર જ વોટ્સઅપ દર વખતે જૂના ડિવાઇસમાં સપોર્ટ કરતી નથી અને જૂના ફોનમાં ચાલવાનું બંધ કરી દે છે. 31 ડિસેમ્બર, 2022 પછી ઘણી કંપનીઓના 49 સ્માર્ટફોનમાં WhatsApp સપોર્ટ કરવાનું બંધ થઇ જશે. બીજા શબ્દોમાં કહીયે તો કેટલાક જૂના સ્માર્ટફોનમાં વોટ્સઅપ ચાલશે નહીં.

જે ડિવાઇસમાં 31 ડિસેમ્બર, 2022 પછી WhatsApp સપોર્ટ નહીં થાય તેમાં સેમસંગ, Huawei, એપલ આઇફોન અને અન્ય કંપનીઓના જૂના સ્માર્ટફોનના મોડલનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે જે મોડલ્સમાં WhatsApp કામ કરશે નહીં તે ખૂબ જૂના છે. GizChinaએ 31 ડિસેમ્બર, 2022 બાદ જે ફોનમાં વોટ્સઅપ એપ્લિકેશન સપોર્ટ કરવાનું બંધ થઇ જશે તેની યાદી જાહેર કરી છે. જો તમે પણ જૂના ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો એક વાર જરૂર આ યાદી ચેક કરી લો નહીંત્તર પછતાશો.

ક્યાં સ્માર્ટફોનમાં WhatsApp સપોર્ટ નહીં કરે
Apple : એપલ ફોન- 5 (Apple iPhone 5), એપલ આઇફોન 5C (Apple iPhone 5C)
Huawei : એસેન્ડ-ડી (Ascend D), એસેન્ડ-ડી1 (Ascend D1), એસેન્ડ-ડી2 (Ascend D2), એસેન્ડ-ડી1 (Ascend P1), એસેન્ડ મેટ (Ascend Mate), એસેન્ડ G740 (Ascend G740)
Samsung : સેમસંગ ગેલેક્સી એસ-2 (Galaxy Ace 2), ગેલેક્સી-એસ2 (Galaxy S2), ગેલેક્સી એસ3 મિની (Galaxy S3 mini), ગેલેક્સી ટ્રેન્ડ II (Galaxy Trend II), ગેલેક્સી ટ્રેન્ડ લાઇટ (Galaxy Trend Lite ), ગેલેક્સી એક્સકવર 2 (Galaxy Xcover 2), ગેલેક્સી કોર (Galaxy Core)
Sony : એક્સપીરિયા આર્ક એસ (Xperia Arc S), એક્સપીરિયા મીરો (Xperia Miro), એક્સપીરિયા નિયો એલ (Xperia Neo L)
તે ઉપરાંત આર્કોસ 53 પ્લેટિનમ (Archos 53 Platinum), ઝેડટીઇ મેમે V956 (ZTE Memo V956), ઝેડટીઇ ગ્રાન્ટ એસ ફ્લેક્સ (ZTE Grand S Flex), ઝેડટીઇ ગ્રાન્ટ એક્સ ક્વાડ v987 (ZTE Grand X Quad V987), એચટીસી ડિઝાયર 500 (HTC Desire 500), ક્વાડ એક્સએલ (Quad XL), લેનોવો એ820 (Lenovo A820), વીકો ચિંક ફાઇવ (Wiko Cink Five), વીકો ડાર્કનાઇટ ઝેડટી (Wiko Darknight ZT)
LG : ઇનેક્ટ 2 (Enact 2), લ્યુસિડ 2 (Lucid 2), ઓપ્ટિસમ 4X એચડી (Optimus 4X HD), ઓપ્ટિમસ એફ3 (Optimus F3), ઓપ્ટિમસ એફ3ક્યુ (Optimus F3Q), ઓપ્ટિમસ એફ5 (Optimus F5), ઓપ્ટિમસ એફ6 (Optimus F6), ઓપ્ટિમસ એફ7 (Optimus F7), ઓપ્ટિમસ એલ2 II (Optimus L2 II), ઓપ્ટિમસ L3 II (Optimus L3 II), ઓપ્ટિમસ L3 ડ્યૂઅલ (Optimus L3 Dual), ઓપ્ટિમસ L4 II (Optimus L4 II), ઓપ્ટિમસ L4 ડ્યુઅલ (Optimus L4 Dual), ઓપ્ટિમસ L5 (Optimus L5), ઓપ્ટિમસ L5 II (Optimus L5 II), ઓપ્ટિમસ L5 ડ્યુઅલ (Optimus L5 Dual), ઓપ્ટિમસ L7 (Optimus L7), ઓપ્ટિમસ L7 II (Optimus L7 II), ઓપ્ટિમસ L7 II ડ્યુઅલ (Optimus L7 II Dual), ઓપ્ટિમસ નાઇટ્રો (Optimus Nitro)

Web Title: Whatsapp support ends after 31 december in 49 smartphones check full list here

Best of Express