ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ નવા ફીચર હેઠળ ડેસ્કટોપ યુઝર્સ હવે તેમના કોમપ્યુટરની સ્કીન ઉપર જ તેમની કોલ હિસ્ટ્રી એક્સેસ કરી શકશે, ચકાસી શકસે. જોકે શરૂઆતમાં આ ફીચર્સ માત્ર અમુક પસંદગીના યુઝર્સ માટે શરૂ કરવામાં આવી છે. આ સેવાને WhatsApp બીટા ટેસ્ટિંગ પ્રોગ્રામ માટે સાઈન અપ કરવામાં આવી છે. નવો કોલ ટેબ હાલમાં માત્ર બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે.
WAbetaInfo એ માહિતી આપી
આ અપડેટ વિશેની માહિતી સૌથી પહેલા WhatsApp ડેવલપમેન્ટ ટ્રેકર WAbetaInfo દ્વારા આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ નવી કોલ ટેબ એપના સાઇડબારમાં જ હાજર હશે. જ્યારે તમે કૉલ હિસ્ટ્રી ટેબ પર ક્લિક કરો છો, ત્યારે આ ટેબમાં તમામ કૉલની વિગતો દેખાય છે, પરંતુ આ નવા ફીચર્સની રજૂઆત પછી, તમે આ કૉલ્સમાંથી કોઈપણ ચોક્કસ કૉલની વિગતો શોધી શકો છો. જો કે, જો તમને તમારા ફોનમાં આ ફીચર દેખાતું નથી, તો અમે તમને તમારા WhatsAppને અપડેટ કરવાનું સૂચન કરીયે છીએ.
ડેસ્કટોપ યુઝર્સને શું ફાયદો થશે
આ નવા ફીચર દ્વારા તમે ડેસ્કટોપ પર કોલ હિસ્ટ્રી અને કોલ સંબંધિત અન્ય માહિતીઓ જોઈ શકો છો. આ નવું ફીચર બીટા વેરિઅન્ટમાં આવ્યું છે. આથી કોલ હિસ્ટ્રી તમારા મોબાઈલ સાથે તરત જ દેખાશે નહીં. તમે તમારી મુખ્ય ડિવાઇસમાંથી કરેલા કૉલ્સ તરત જ જોઈ શકશો નહીં.
Whatsapp નવું ફીચર લોન્ચ કરશે
WAbetaInfo દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, WhatsApp દ્વારા તેના કેમેરા માટે ટૂંક સમયમાં એક અલગ વીડિયો મોડ ફીચર લોન્ચ કરવામાં આવી શકે છે. આ નવા ફીચરના લોન્ચ થયા બાદ યુઝર્સને કેમેરા શટર બટનને લાંબા સમય સુધી દબાવ્યા વગર વીડિયો રેકોર્ડ કરવાની સુવિધા મળશે.
સ્કીન લોક ફીચર પણ આવશે
આ સાથે કંપની ડેસ્કટોપ વર્ઝનમાં સ્ક્રીન લોક ફીચર લાવવાની પણ યોજના બનાવી રહી છે. આ ફીચર થોડા વર્ષો પહેલા iOS અને એન્ડ્રોઇડ બંને યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. જો કે, વોટ્સએપ ડેવલપમેન્ટ ટ્રેકર WaBetaInfo અનુસાર, આ ફીચર સૌપ્રથમ ડેસ્કટોપ પર બીટા યુઝર્સ માટે રોલ આઉટ થશે અને ત્યારબાદમાં દરેક માટે ઉપલબ્ધ થશે. આ ફીચર્સના લોન્ચિંગની જ સાથે તમારી વોટ્સઅપ ચેટને વધારાનું સુરક્ષા કવચ મળશે.