India Canada Row: જ્યારે ઈન્દીરા ગાંધીએ ખાલિસ્તાન આંદોલન વિશે જસ્ટિન ટ્રૂડોના પિતાને કરી ફરિયાદ, જાણો શું છે ભારત-કેનેડા વિવાદના મૂળ

જાન્યુઆરી 1982માં સિંગાપુરમાં જન્મેલ અને ભારત અને ઈંગ્લેન્ડમાં ઉછરેલા સુરજ સિંહ ગિલે વૈંકૂવરમાં 'નિર્વાસિત ખાલિસ્તાન સરકાર'નું કાર્યાલય સ્થિપિત કર્યું હતું. તેણે વાદળી કલરના ખાલિસ્તાની પાસપોર્ટ અને રંગીન ચલણ પણ જારી રહ્યું હતું.

Written by Rakesh Parmar
October 15, 2024 21:49 IST
India Canada Row: જ્યારે ઈન્દીરા ગાંધીએ ખાલિસ્તાન આંદોલન વિશે જસ્ટિન ટ્રૂડોના પિતાને કરી ફરિયાદ, જાણો શું છે ભારત-કેનેડા વિવાદના મૂળ
જ્યારે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી પિયરે ટ્રૂડો પાસે તેની ફરિયાદ કરી હતી. (Source - Express Archeve)

Canada India dispute: ગત વર્ષે ખાલિસ્તાની કટ્ટરપંથી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બંને દેશોએ સોમવારના રોજ પોતાના રાજદુતોની સાથે-સાથે અન્ય રાજદ્વારીઓને નિષ્કાષિત કરવાની ઘોષણા કરી.

આ ટકરાવ ત્યારે શરૂ થયો જ્યારે વિદેશ મંત્રાલય (MEA)એ કહ્યું કે, કેનેડા પાસેથી રાજકીય સંદેશ પ્રાપ્ત થયો છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઈન્ડિયન ડિપ્લોટ્સને કેનેડાના એક મામલામાં સંદિગ્ધ માનવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના નિવેદન બાદ તાત્કાલિક કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, તેમની સરકારને પોલીસ દ્વારા તપાસ કરાવ્યા બાદ જાણકારી મળી છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સીધી રીતે સામેલ હતા. જોકે ભારતે તેમાં કોઇપણ રીતે સામેલ હોવાથી ઈન્કાર કર્યો હતો અને આરોપોને પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા.

આ કોઈ પ્રથમવાર નથી જ્યારે કેનેડામાં ખાલિસ્તાની આંદોલન સાથે જોડાયેલા કોઈ મુદ્દાને લઈ બંને દેશો વચ્ચે ટકરાવ થયો હોય. આ વિવાદ 1982થી શરૂ થયો છે જ્યારે તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ટ્રૂડોના પિતા પિયરે ટ્રૂડોને આ વિશે પોતાની વાત રાખી હતી. જેઓ તે સમયે કેનેડાના પ્રધાનમંત્રી હતા. ઈન્દિરા અને પિયરે વચ્ચે શું વાતચીત થઈ હતી. આવો જાણીએ.

ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાન આંદોલન વિશે પિયરે ટ્રૂડોને ફરિયાદ કરી હતી.

જાન્યુઆરી 1982માં સિંગાપુરમાં જન્મેલ અને ભારત અને ઈંગ્લેન્ડમાં ઉછરેલા સુરજ સિંહ ગિલે વૈંકૂવરમાં ‘નિર્વાસિત ખાલિસ્તાન સરકાર’નું કાર્યાલય સ્થિપિત કર્યું હતું. તેણે વાદળી કલરના ખાલિસ્તાની પાસપોર્ટ અને રંગીન ચલણ પણ જારી રહ્યું હતું. જોકે તેમને સ્થાનિય સિખો વચ્ચે સીમિત સમર્થન પણ મળ્યું હતું. એપ્રિલમાં વૈસાખી જુલૂસ દરમિયાન ખાલિસ્તાનનો પાસપોર્ટ દેખાડનારા તેમના કેટલાક કાર્યકર્તાઓની ધોલાઈ પણ થઈ હતી.

આ પણ વાંચો : ‘અમે હવે વિશ્વને સંપૂર્ણ મેડ-ઇન-ઇન્ડિયા ફોન પ્રદાન કરવાનું લક્ષ્ય રાખ્યું છે’: IMC 2024 ખાતે PM મોદી

તેજ વર્ષે પિયરે ટ્રૂડોએ પંજાબમાં બે પોલીસ અધિકારીઓની હત્યાના આરોપી તલવિંદર સિંહ પરમારને સરેન્ડર કરવાથી ઇન્કાર કરી દીધો. કેનેડાના પત્રકાર ટેરી મિલિવેસ્કીએ પોતાની પુસ્તક બ્લડ ફોર બ્લડ: ફિફ્ટી ઈયર્સ ઓફ ધ ગ્લોબલ ખાલિસ્તાન પ્રોજેક્ટ (2021)માં આ વિશે લખ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ખાલિસ્તાની પડકાર પર કેનેડાની પ્રતિક્રિયાની પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સહિત ભારતના રાજનેતાઓએ આલોચના કરી હતી.

કેનેડાના પત્રકારે લખ્યું,”ખાલિસ્તાની પડકાર પર કેનેડાની નરમ પ્રતિક્રિયા 1982થી જ ભારતીય રાજનેતાઓના નિશાના પર હતી. જ્યારે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી પિયરે ટ્રૂડો પાસે તેની ફરિયાદ કરી હતી.”

ભારત-કેનેડા વચ્ચે શું છે તાજા વિવાદ?

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ સોમવારે ભારત સરકાર પર કેનેડાઈ નાગરિકને નિશાનો બનાવવાની આપરાધિક ગતિવિધિઓનુ સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. કેનેડાની વિદેશ મંત્રી મેલાની જોલીએ સોમવારે સંવાદદાતાઓને કહ્યું કે, રોયલ કૈનેડિયન માઉંટેડ પોલીસ દ્વારા જમા કરાવવામાં આવેલા પુરાવાઓ ભારતીય રાજદ્વારીઓને નિષ્કાસિત કરવાના નિર્ણયનો આધાર હતો. તેમણે ભારત સરકારને બંને દેશો વચ્ચે પારસ્પરિક લાભ માટે તપાસમાં સહયોગ આપવાનો આગ્રહ કર્યો હતો.

તેમણે કહ્યું કે ભારતથી રાજદ્વારી અને વાણિજ્ય દુતાવાસ સંબંધી છૂટ છોડવા અને તપાસમાં સહયોગ આપવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે ઇન્કાર કરી દીધો. જોલીએ કહ્યું,”અમે ભારત પર દબાણ બનાવવાનું ચાલુ રીખીશુ કે તેઓ સહયોગ આપે. અમે અમારા ફાઈવ આઈઝ ભાગીદાર દેશોની સાથે વાતચીત ચાલુ રાખીશું. અમે જી7 ભાગીદારો સાથે પણ વાતચીત યથાવત રાખીશું. દરેક વિકલ્પ પર વિચાર થઈ રહ્યો છે.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ