Kangan Ranaut: કંગના રનૌત ને થપ્પડ મારનાર CISF મહિલા જવાન કુલવિંદર કૌર કોણ છે? કેમ લાફ માર્યો? જાણો તમામ વિગત

Who is Kulwinder Kaur to Slap kangana Ranaut: કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારનાર સીઆઈએસએફ મહિલા જવાનને સસ્પેન્ડ કરવામાં આવી છે. જો કે ઘટના દરમિયાન મહિલા જવાનનો એક વીડિયો વાયરલ થયો છે.

Written by Ajay Saroya
June 06, 2024 20:16 IST
Kangan Ranaut: કંગના રનૌત ને થપ્પડ મારનાર CISF મહિલા જવાન કુલવિંદર કૌર કોણ છે? કેમ લાફ માર્યો? જાણો તમામ વિગત
kangan Ranaut slapped: કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારનાપ સીઆઇએસએફ મહિલા જવાને સસ્પેન્ડ કરવામાં આવી છે. (Photo - @KanganaTeam / @niiravmodi)

Who is Kulwinder Kaur to Slap kangana Ranaut: કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ મહિલા જવાને થપ્પડ માર્યો છે. એવી માહિતી છે, કે, મહિલા જવાન કંગના રનૌતના ખેડૂત વિરોધી નિવેદનને લઇ ગુસ્સામાં હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના બાદ સીઆઈએસએફ મહિલા જવાનને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઘટના બાદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં પંજાબ વિશે વાત કરી છે. જો કે આ મહિલા જવાન કંગના રનૌતની કઇ વાતથી નારાશ હતી, કેમ થપ્પડ માર્યો? જાણો

કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર CISF મહિલા જવાને લાફ માર્યો

કંગના રનૌત બે દિવસ પહેલા હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બની છે અને હવે આ ઘટના તેમની સાથે બની છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે કંગના રનૌત દિલ્હી જવા માટે ચંડીગઢ એરપોર્ટ પહોંચી હતી અને મહિલા જવાને તેની સાથે આ ગેરવર્તણુક કરી છે. હાલ સીઆઈએસએફ મહિલા જવાનને સસ્પેન્ડ કરવામાં આવી છે.

કંગના રનૌતને થપ્પડ મારનાર સીઆઈએસએફ મહિલા સૈનિક કોણ છે? (Who is Kulwinder Kaur Cisf Woman Constable)

કંગના રનૌતને થપ્પડ મારનાર મહિલા પંજાબના કપૂરથલાના સુલ્તાનપુર લોધીની રહેવાસી છે અને ખેડૂત નેતા શેર સિંહ માલીવાલની બહેન છે. આ મહિલાનું નામ કુલવિંદર કૌર છે. તે સીઆઈએસએફ સૈનિક છે.

Kangana Ranaut slapped by CISF woman constable
કંગના રનૌતને સીઆઈએસએફ મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી

CISF મહિલા જવાને કંગના રનૌતને કેમ થપ્પડ માર્યો? જુઓ વીડિયો

આ ઘટના બાદ CISF મહિલા જવાને વીડિયો જાહેર કરીને સમગ્ર વાત જણાવી હતી. મહિલા સૈનિકે કહ્યું કે, તેને તેના વર્તન વિશે કોઈ અફસોસ નથી. તેમણે મહિલા ખેડૂતો વિશે નિવેદન આપ્યું હતું કે તેઓ ત્યાં 100 – 100 રૂપિયા લઈને બેઠા છે. જ્યારે તેમણે આ નિવેદન આપ્યું ત્યારે મારી માતા પણ તે વિરોદ પ્રદર્શનમાં બેઠા હતા.

કંગના રનૌતે કિસાન આંદોલન વિશે શું કહ્યું હતુ?

કંગના રનૌતે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ 2020-2021 ના ખેડૂતો આંદોલન દરમિયાન પંજાબની એક મહિલાને બિલ્કિસ બાનોને કરી હતી. કંગનાએ કહ્યું હતું કે, મહિલા પહેલા દિલ્હીના શાહીન બાગ નજીક સીએએનો વિરોધ કરી રહી હતી અને પછી ખેડૂત આંદોલનમાં જોડાઈ હતી. આ સાથે કંગનાએ ખેડૂત આંદોલનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું હતું. જે બાદ તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

કંગના રનૌતે સોશિયલ મીડિયા પર વિડિયામાં શું કહ્યું?

આ પણ વાંચો | શું અમૃતપાલ અને એન્જિનિયર રાશિદ જેલમાંથી ચૂંટણી જીત્યા બાદ શપથ લઈ શકશે? જાણો શું કહે છે કાયદો

કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું, ખાલિસ્તાની આતંકવાદીઓ ભલે આજે સરકારના હાથને મરોડી રહ્યા હોય, પરંતુ તે મહિલા (ઈન્દિરા ગાંધીને) ભૂલવા ન જોઈએ જેમણે તેમને બુટ નીચે કચડી નાખ્યા હતા. તેમણે આ દેશને ગમે તેટલી તકલીફ આપી હોય, પરંતુ જીવના ભોગે તેઓને મચ્છરની જેમ કચડી નાખ્યા, પરંતુ દેશના ટુકડા થવા દીધા નહીં. તેમના મૃત્યુના દાયકાઓ પછી પણ આ લોકો તેમના નામ પર કાંપવા લાગે છે. તેમને એ પ્રકારના ગુરુની જરૂર છે. સમગ્ર ઘટના વાંચવા અંહી ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ