UAE કેમ રદ કરી રહ્યું છે ભારતીય પ્રવાસીઓના વિઝા, દુબઈ જવા જવા માટે તમારા ખિસ્સામાં હોવા જોઈએ આટલા પૈસા

Dubai visa rules: એક સમયે લગભગ 99 ટકા દુબઈ વિઝા અરજીઓ મંજૂર કરવામાં આવતી હતી. જોકે UAE ના અધિકારીઓ હવે સૌથી સારી રીતે તૈયાર કરેલી અરજીઓને પણ નકારી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, દરરોજ દર 100માંથી ઓછામાં ઓછી પાંચ-છ અરજીઓ નકારી કાઢવામાં આવે છે.

Written by Rakesh Parmar
December 09, 2024 21:51 IST
UAE કેમ રદ કરી રહ્યું છે ભારતીય પ્રવાસીઓના વિઝા, દુબઈ જવા જવા માટે તમારા ખિસ્સામાં હોવા જોઈએ આટલા પૈસા
UAE એ ગયા મહિને દુબઈ માટે પ્રવાસી વિઝા અરજીઓ માટે કડક માપદંડો લાદ્યા હતા. (તસવીર: Freepik)

UAE visa for indians: સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં દર વર્ષે ભારતમાંથી લાખો પ્રવાસીઓ આવે છે. 2023માં ભારતમાંથી 60 લાખથી વધુ પ્રવાસીઓ દુબઈ પહોંચ્યા હતા. તે છતાં તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દુબઈ આવતા મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓને વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. વિઝા રિજેક્શન રેટ 1-2 ટકાથી વધીને 5-6 ટકા થયો છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ છે. આવામાં ભારતીયોને નોન રિફંડેબલ ફ્લાઈટ અને હોટેલ બુકિંગમાં હજારો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ સિવાય તેની યાત્રાનું સમગ્ર આયોજન ખોરવાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જાણો આવું કેમ થઈ રહ્યું છે.

શા માટે વિઝા રદ કરી રહ્યું છે દુબઈ?

એક સમયે લગભગ 99 ટકા દુબઈ વિઝા અરજીઓ મંજૂર કરવામાં આવતી હતી. જોકે UAE ના અધિકારીઓ હવે સૌથી સારી રીતે તૈયાર કરેલી અરજીઓને પણ નકારી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, દરરોજ દર 100માંથી ઓછામાં ઓછી પાંચ-છ અરજીઓ નકારી કાઢવામાં આવે છે. પાસિયો ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર નિખિલ કુમારેના જણાવ્યા અનુસાર, “અગાઉ દુબઈના વિઝા માટે રિજેક્શન રેટ માત્ર એકથી બે ટકા હતો. આ નવા નિયમો અમલમાં આવ્યા પહેલા હતું. હવે દરરોજ લગભગ 100 અરજીઓમાંથી ઓછામાં ઓછા 5-6 વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે. કન્ફર્મ ફ્લાઇટ ટિકિટો અને હોટેલમાં રોકાણની વિગતોનો સમાવેશ થાય છે ત્યારે પણ વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવે છે.”

આ પણ વાંચો: જાપાન-ઈઝરાયલ માફક અમદાવાદ સહિત ગુજરાતના 5 શહેરોમાં બનશે Sponge Park, હવે નહીં આવે પૂર!

યાત્રીઓને પૈસાનું નુકસાન થઈ રહ્યું છે

પ્રવાસીઓ કે જેમણે તેમના હોટેલ અને એરલાઇન રિઝર્વેશન તેમજ તેમના વિઝા માટે પ્રોસેસિંગ ફી ચૂકવી દીધી છે તેઓ નવા નિયમોના પરિણામે નાણાં ગુમાવી રહ્યા છે. અગાઉ લગભગ 99 ટકા દુબઈ વિઝા અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. હવે સારી રીતે વિઝા ફોર્મ્સ તૈયાર કરાયેલા પ્રવાસીઓમાંથી પણ રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે.”

(તસવીર : Freepik)
દુબઈ માટે પ્રવાસી વિઝા અરજીઓ માટે કડક માપદંડો (તસવીર : Freepik)

જાણો UAE ના નવા વિઝા નિયમો

UAE એ ગયા મહિને દુબઈ માટે પ્રવાસી વિઝા અરજીઓ માટે કડક માપદંડો લાદ્યા હતા. જેના કારણે વિઝા રિજેક્શનના દરમાં વધારો થયો હતો. નવા કાયદા હેઠળ વિઝા માટે અરજી કરતી વખતે પ્રવાસીઓએ તેમની રિટર્ન ટિકિટની કોપી ઈમિગ્રેશન વિભાગની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. અગાઉ એરપોર્ટ ઓથોરિટીએ આ દસ્તાવેજોની વિનંતી કરવી પડતી હતી.

મુસાફરોએ હોટલનું રિઝર્વેશન બતાવવાનું રહેશે

વધુમાં યાત્રીએ હોટેલ રિઝર્વેશનનો પુરાવો અથવા દુબઈમાં તેમના ઇચ્છિત આવાસના અન્ય પુરાવા રજૂ કરવા આવશ્યક છે. જેઓ મેજુઆન પરિવારના સભ્યો સાથે રહેવાની યોજના ધરાવે છે તેઓએ તેમના નિવાસ વિઝા, તેમના અમીરાત આઈડી, તેમના હોસ્ટ પાસેથી ભાડા કરાર અને તેમની સંપર્ક માહિતીની નકલ રજૂ કરવી આવશ્યક છે. વધુમાં મુલાકાતીઓએ બતાવવાની અપેક્ષા રાખવામાં આવે છે કે તેમની પાસે શહેરમાં રહેવા માટે પૂરતા પૈસા છે. આમાં બેંક સ્ટેટમેન્ટ અથવા સ્પોન્સરશિપ લેટર્સનો સમાવેશ થાય છે.

દુબઈ જવા માટે તમારા ખિસ્સામાં કેટલા પૈસા હોવા જોઈએ?

બે મહિનાના વિઝા માટે અરજદારો પાસે તેમના ક્રેડિટ અથવા ડેબિટ ખાતામાં ઓછામાં ઓછા AED 5,000 (અંદાજે રૂ. 1.14 લાખ) હોવા આવશ્યક છે. ત્રણ મહિનાના વિઝા માટે તેમની પાસે AED 3,000 હોવું આવશ્યક છે. પ્રવાસી વિઝા અરજીઓ ઓનલાઈન અને અધિકૃત ટ્રાવેલ ફર્મ દ્વારા બંને પ્રક્રિયા કરી શકાય છે. તેમ છતાં ઉદ્યોગપતિઓ, વ્યક્તિઓ અથવા પરિવારો હજુ પણ વિઝિટર વિઝા માટે અરજી કરી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ