દારૂના નશામાં ડ્રાઈવરે કરી વિચિત્ર હરકત, બચવા માટે રિક્ષામાંથી કૂદી ગઈ મહિલા

Bengaluru News: બેંગલુરુમાં ગુરુવારે રાત્રે એક મહિલાએ દારૂ પી ને છાટકા બનેલા ડ્રાઇવરથી પોતાને બચાવવા માટે ચાલતી ઓટોરિક્ષામાંથી છલાંગ લગાવી હતી.

Written by Rakesh Parmar
January 03, 2025 18:11 IST
દારૂના નશામાં ડ્રાઈવરે કરી વિચિત્ર હરકત, બચવા માટે રિક્ષામાંથી કૂદી ગઈ મહિલા
મહિલા ઓટોરિક્ષામાંથી છલાંગ લગાવીને કૂદી ગઈ. (તસવીર: Jansatta)

Bengaluru News: બેંગલુરુમાં ગુરુવારે રાત્રે એક મહિલાએ દારૂ પી ને છાટકા બનેલા ડ્રાઇવરથી પોતાને બચાવવા માટે ચાલતી ઓટોરિક્ષામાંથી છલાંગ લગાવી હતી. મહિલાના પતિએ આ માહિતી આપી હતી. પીડિતાના પતિના કહેવા પ્રમાણે, તેણે ‘નમ્મા યાત્રી’ નામની એપ પર હોરમાવુથી થાનિસાન્દ્રા સુધીની ઓટોરિક્ષા બુક કરાવી હતી. મહિલાના પતિએ સોશિયલ મીડિયા પર લખ્યું વારંવાર તેને રોકવા માટે કહેવા છતાં તેણે સાંભળ્યું નહીં અને તેને (મહિલા) ચાલતી ઓટોમાંથી કૂદી જવાની ફરજ પાડી હતી.

પીટીઆઈ અનુસાર, મહિલાના પતિએ ફરિયાદ કરી હતી કે ‘નમ્મા યાત્રી’ નામની એપમાં કટોકટીની સ્થિતિમાં સંપર્ક કરવા માટે કોઈ ગ્રાહક સેવા નંબર નથી. મહિલાના પતિએ ફરિયાદ કરી હતી કે ‘નમ્મા યાત્રી’ સેવાની સૌથી મોટી ખામી એ છે કે તેની પાસે કટોકટીની સ્થિતિમાં સંપર્ક કરવા માટે ગ્રાહક સપોર્ટ નંબર નથી. તે અમને 24 કલાક રાહ જોવાનું કહે છે. કટોકટીમાં 24 કલાક રાહ જોવી કેવી રીતે શક્ય છે?

આ પણ વાંચો: કાસગંજના ચંદન ગુપ્તા હત્યાકાંડમાં એનઆઈએ કોર્ટે 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી

મહિલાઓની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે?

તેમણે પોલીસને તેમની ફરિયાદને ગંભીરતાથી લેવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. બેંગલુરુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને તપાસ શરૂ કરી છે. ફરિયાદના જવાબમાં, નમ્મા યાત્રી એપએ કહ્યું, “હાય અઝહર, અમે તમારી પત્નીને થયેલી અસુવિધા વિશે સાંભળીને દિલગીર છીએ અને અમને આશા છે કે તે હવે ઠીક હશે. કૃપા કરીને અમને મુસાફરીની વિગતો આપો અને અમે તરત જ તેની તપાસ કરીશું.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ