World Civil Defence Day 2024 : વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

World Civil Defence Day 2024 : વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે દર વર્ષે 1 માર્ચે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસની ઉજવણી એક નવી થીમ સાથે કરવામાં આવે છે

Written by Ashish Goyal
February 29, 2024 22:22 IST
World Civil Defence Day 2024 : વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
દર વર્ષે 1 માર્ચે વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે

World Civil Defence Day 2024 Theme : દર વર્ષે 1 માર્ચે વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નાગરિકોની સુરક્ષા માટે કામ કરનારાઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ કુદરતી આપત્તિઓ, અકસ્માતો અને અન્ય કટોકટીથી લોકો અને તેમની સંપત્તિની સુરક્ષામાં નાગરિક સંરક્ષણના પગલાંના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે.

વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ એ આપણી સુરક્ષા અને સુખાકારીની સુરક્ષામાં નાગરિક સંરક્ષણ એજન્સીઓની નિર્ણાયક ભૂમિકાની શક્તિશાળી યાદ અપાવે છે. વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે 2024 ની તારીખ, થીમ, ઇતિહાસ, મહત્વ વિશે જાણીએ.

વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે નો ઇતિહાસ

વર્લ્ડ સિવિલ ડિફેન્સની ઉત્પત્તિ 20મી સદીના મધ્યભાગમાં શોધી શકાય છે. આ એક એવો સમય હતો જ્યારે વિશ્વ ઝડપી તકનીકી, સામાજિક અને રાજકીય પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું હતું. શીત યુદ્ધનો ઉદભવ અને આ સમયગાળા દરમિયાન અણુશસ્ત્રોના વિકાસને કારણે વિશ્વભરના લોકોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ હતી.

આ પણ વાંચો – કેમ મનાવવામાં આવે છે નેશનલ સાયન્સ ડે, જાણો ઈતિહાસ, મહત્વ અને થીમ

આ મુશ્કેલીઓ સામે લડવા માટે સંયુક્ત રાષ્ટ્રએ 1950માં ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશનની રચના કરી હતી. આ સંસ્થાની સ્થાપનાની ઉજવણી કરવા માટે 1 માર્ચને સિવિલ ડિફેન્સ ડે તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 1 માર્ચ 1990ના રોજ વિશ્વ નાગરિક સંરક્ષણની પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી તે દર વર્ષે ઉજવવામાં આવે છે. આઇસીડીઓનું વડું મથક સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં આવેલું છે.

વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે 2024 થીમ

દર વર્ષે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી એક નવી થીમ સાથે કરવામાં આવે છે અને આ વર્ષની થીમ ‘નાયકોનું સન્માન કરીએ અને સુરક્ષા કૌશલને કેળવવી’ છે. આ વર્ષની થીમ આપત્તિના સમયમાં લોકોની રક્ષા કરનારા બહાદુર પુરુષો અને મહિલાઓનું સન્માન કરે છે. આ સાથે લોકોને પ્રાથમિક સારવારની તાલીમ અને કટોકટીની પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાના મહત્વ વિશે જાગૃત કરવાનું છે.

વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસનું મહત્વ

આ દિવસની વિશેષતા છે કે આ દિવસે એવા લોકોને યાદ કરવામાં આવે છે અને સન્માન કરવામાં આવે છે જે દરેક કટોકટીની પરિસ્થિતિમાં આપણી રક્ષા કરે છે. આ દિવસે લોકોને કટોકટીની પરિસ્થિતિઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે જાગૃત કરવામાં આવે છે. નાગરિકોનું રક્ષણ કરતા કર્મચારીઓને ઘણીવાર માન્યતા આપવામાં આવતી નથી, આ દિવસ તેમના કાર્ય માટે તેમનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસનો હિસ્સો બનીને આપણે વિશ્વને એક સુરક્ષિત સ્થળ બનાવી શકીએ છીએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ