World Tuna Day 2024 : આજે વર્લ્ડ ટૂના દિવસ, વર્લ્ડ ટૂના દિવસ એટલે શું? કેમ આ દિવસની ઉજવણી કરાય છે?

World Tuna Day 2024: વિશ્વ ટૂના દિવસ દર વર્ષે 2 મેના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 2 મે 2017ના રોજ વિશ્વ ટૂના દિવસ મનાવવામાં આવ્યો હતો

Written by Ashish Goyal
Updated : May 02, 2024 07:26 IST
World Tuna Day 2024 : આજે વર્લ્ડ ટૂના દિવસ, વર્લ્ડ ટૂના દિવસ એટલે શું? કેમ આ દિવસની ઉજવણી કરાય છે?
World Tuna Day 2024: વિશ્વ ટૂના દિવસ દર વર્ષે 2 મેના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે

World Tuna Day 2024: વર્લ્ડ ટૂના દિવસ દર વર્ષે 2 મેના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. આજે 2 મે 2024ના રોજ વર્લ્ડ ટૂના દિવસની ઉજવણી થવા જઈ રહી છે. આ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા ટૂના માછલીના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવી છે. 2017માં પહેલી વખત તેની ઉજવણી કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર, વિશ્વના ઘણા દેશો ખોરાકની સુરક્ષા અને પોષણ બંને માટે ટૂના માછલી પર નિર્ભર છે. હાલમાં 96થી વધુ દેશોમાં ટૂના ફિશનું વાવેતર થાય છે અને તેની ક્ષમતા સતત વધી રહી છે.

વિશ્વ ટૂના દિવસનો ઇતિહાસ

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ડિસેમ્બર 2016 માં વિશ્વ ટૂના દિવસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમનો ઉદ્દેશ સંરક્ષણ વ્યવસ્થાપનના મહત્વને સ્પષ્ટ કરવાનો હતો અને ખાતરી કરવાનો હતો કે ટૂનાને સંકટમાંથી બચાવવા માટે એક સિસ્ટમની જરૂર છે. પ્રથમ વખત 2 મે 2017ના રોજ વિશ્વ ટૂના દિવસ મનાવવામાં આવ્યો હતો.

ટૂના માછલીને આખરે શું છે ખતરો

ટૂના માછલીની સમગ્ર વિશ્વમાં ભારે માંગ છે. દરેક દેશમાં તેના ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ છે, જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની માંગણીની સરખામણીમાં માછલીઓનો પુરવઠો ઓછો થયો છે, જે બાદ આ માછલીનું અસ્તિત્વ ખતરામાં છે. આ માછલીનો વિશ્વભરમાં મોટા પાયે શિકાર કરવામાં આવે છે, જેથી માનવીય જરૂરિયાતો પૂરી થઈ શકે. પરંતુ અફસોસની વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે આ માછલીનો શિકાર ઝડપથી વધ્યો છે તેના અસ્તિત્વ પર ખતરો છે.

આ પણ વાંચો – મજૂરો માટે ખાસ દિવસ, શ્રમિક દિવસ પર પાઠવો શુભેચ્છાઓ, ઇતિહાસ અને મહત્વ

ટૂના માછલી ક્યાં જોવા મળે છે?

મોટાભાગની ટૂના માછલી ભૂમધ્ય સમુદ્ર, એટલાન્ટિક મહાસાગર, પ્રશાંત મહાસાગરમાં જોવા મળે છે. ટૂનાની 40થી વધુ પ્રજાતિઓ સામેલ છે, પરંતુ ટૂનાના સતત શિકારને કારણે હવે તે લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે. તેથી તેમને લુપ્ત થવાથી બચાવવા માટે દર વર્ષે 2 મેના રોજ વિશ્વ ટુના દિવસ ઉજવવામાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ