/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/worship-lemon-temple.jpg)
આ લીંબુ થંગરાજ નામના વ્યક્તિએ 13 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)
Tamil Nadu News: તમિલનાડુમાં એક હરાજી દરમિયાન એક સાદું લીંબુ જેની કિંમત ફક્ત 2 કે 3 રૂપિયા છે તે લગભગ 13 હજાર રૂપિયામાં વેચાયું છે. જેણે પણ આ સાંભળ્યું તે આશ્ચર્યચકિત થઈ ગયું. આ લીંબુ આટલી ઊંચી કિંમતે હરાજી કરવામાં આવ્યું કારણ કે તેનો ઉપયોગ મંદિરમાં ખાસ પૂજામાં થતો હતો.
ખરેખરમાં તમિલનાડુના ઇરોડ જિલ્લાના એક ગામના મંદિરમાં પૂજામાં વપરાતા આ લીંબુની હરાજી 13000 રૂપિયામાં થઈ હતી. આ લીંબુનો ઉપયોગ વાર્ષિક મહા શિવરાત્રી પૂજા માટે કરવામાં આવતો હતો, જે પરંપરાગત રીતે ઘણા વર્ષોથી વિલાક્કેથી ગામના પઝમથિન્ની કરુપ્પા ઈશ્વરન મંદિરમાં મહા શિવરાત્રી પર યોજવામાં આવે છે.
વાર્ષિક પૂજામાં ચઢાવવામાં આવતી વસ્તુઓની હરાજી
દર વર્ષે આ વાર્ષિક પૂજા પછી ભક્તો મુખ્ય દેવતાની મૂર્તિને અર્પણ કરવામાં આવતી પવિત્ર વસ્તુઓની હરાજી દરમિયાન બોલી લગાવે છે. આમાં ફક્ત લીંબુ જ નહીં પણ એક વીંટી અને ચાંદીનો સિક્કો પણ શામેલ હોય છે. એ જ પરંપરાને અનુસરીને ફરી એકવાર બધી વસ્તુઓની હરાજી કરવામાં આવી અને લીંબુની હરાજી 13,000 રૂપિયામાં કરવામાં આવી.
આ પણ વાંચો: ઘોર કળિયુગ! 'વાળ પકડીને મારી, બચકા ભર્યા…', દીકરીએ માતા સાથે ક્રૂરતાની તમામ હદ વટાવી
આ લીંબુ થંગરાજ નામના વ્યક્તિએ 13 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. આ ઉપરાંત અરાચલુરના રહેવાસી ચિદમ્બરમે 43,100 રૂપિયામાં ચાંદીની વીંટી ખરીદી હતી. એટલું જ નહીં રવિકુમાર અને બાનુપ્રિયાએ સંયુક્ત રીતે ચાંદીના સિક્કા માટે 35,000 રૂપિયાની બોલી લગાવી.
આ હરાજી અંગે મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું કે હરાજી પછી વસ્તુઓને ખાસ પૂજા માટે દેવતા સમક્ષ મૂકવામાં આવી હતી. ભક્તોનું માનવું છે કે આ વસ્તુઓ રાખવાથી તેમના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, અને તેમને ભગવાનના આશીર્વાદ પણ મળે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us