Year Ender Elections in 2024: ચૂંટણીઓના નામે રહ્યું વર્ષ 2024! જાણો દુનિયામાં ક્યાં કોણ જીત્યું અને કોણ હાર્યું?

Year End Elections Analysis 2024: 2024 એ ચૂંટણીનું વર્ષ હતું. વિશ્વના ઓછામાં ઓછા 64 દેશો અને વિશ્વની લગભગ અડધી વસ્તીએ આ વર્ષે અલગ-અલગ ચૂંટણીઓમાં મતદાન કર્યું હતું.

Written by Rakesh Parmar
December 24, 2024 21:16 IST
Year Ender Elections in 2024: ચૂંટણીઓના નામે રહ્યું વર્ષ 2024! જાણો દુનિયામાં ક્યાં કોણ જીત્યું અને કોણ હાર્યું?
વિશ્વની લગભગ અડધી વસ્તીએ આ વર્ષે અલગ-અલગ ચૂંટણીઓમાં મતદાન કર્યું હતું.

Year End Elections Analysis 2024: 2024 એ ચૂંટણીનું વર્ષ હતું. વિશ્વના ઓછામાં ઓછા 64 દેશો અને વિશ્વની લગભગ અડધી વસ્તીએ આ વર્ષે અલગ-અલગ ચૂંટણીઓમાં મતદાન કર્યું હતું. 2024માં યોજાનારી આ ચૂંટણીઓની વિશ્વ પર દૂરગામી અસરો પડશે. આની અસર માત્ર મતદારોના જીવન પર જ નહીં પરંતુ વિશ્વભરની રાજકીય પરિસ્થિતિ પર પણ પડશે.

યુએસ પ્રમુખપદની ચૂંટણી

2024 માં વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી નવેમ્બરમાં યોજાયેલી યુએસ પ્રમુખપદની ચૂંટણી હતી. આ વિશ્વની રાજનીતિમાં ખૂબ જ મહત્વની ગણાતી આ ચૂંટણી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીતી હતી અને ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે.

યુકે સામાન્ય ચૂંટણી

2024 યુકેની સામાન્ય ચૂંટણીની વિશ્વભરમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ ચૂંટણી જુલાઈ 2024માં યોજાઈ હતી. જેમાં યુકેમાં વિપક્ષી લેબર પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં મોટી છલાંગ લગાવી છે. તે 400થી વધુ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. તો છેલ્લા 14 વર્ષથી સત્તામાં રહેલી રૂઢિચુસ્ત પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. લેબર પાર્ટીએ યુકેમાં કીર સ્ટારમરના નેતૃત્વમાં ઐતિહાસિક જીત મેળવી હતી.

લોકસભા ચૂંટણી 2024

ભારતમાં લોકસભા ચૂંટણી 2024, 19 એપ્રિલથી સાત તબક્કાની લોકસભા ચૂંટણીમાં 96.88 કરોડથી વધુ પાત્ર મતદારોએ મતદાન કર્યું હતું. મતદારોની સંખ્યાને ધ્યાનમાં લઈએ તો માનવ ઈતિહાસમાં અત્યાર સુધીની દુનિયાની સૌથી મોટી ચૂંટણી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે આ ચૂંટણીમાં ઐતિહાસિક ત્રીજી વખત સત્તા જાળવી રાખી છે. જોકે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અપેક્ષિત સફળતા મળી નથી.

આ પણ વાંચો: ભરૂચની દુષ્કર્મ પીડિત બાળકીનું 8 દિવસ બાદ મોત, હોસ્પિટલમાં બે વખત આવ્યો હાર્ટ એટેક

પાકિસ્તાન સામાન્ય ચૂંટણી

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પણ 2024માં 16મી નેશનલ એસેમ્બલીના સભ્યોને ચૂંટવા માટે ફેબ્રુઆરીમાં ચૂંટણીમાં ગયો હતો. પરંતુ આનાથી ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને ચૂંટણી લડવાની મંજૂરી આપી ન હતી, જેના કારણે તેમની પાર્ટીના ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. સૈન્ય દ્વારા કથિત હેરાફેરી છતાં અપક્ષો ઇમરાન ખાનની પીટીઆઈ પાર્ટીને ટેકો આપતા સૌથી મોટા જૂથ તરીકે ઉભરી આવ્યા હતા. જો કે, તેમને સરકાર બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને છેલ્લી ઘડીએ PML-N, PPP, MQM અને અન્ય પક્ષોના જોડાણને મંજૂરી આપવામાં આવી હતી.

બાંગ્લાદેશ ચૂંટણી

2024માં પાકિસ્તાનની સાથે સાથે બાંગ્લાદેશમાં પણ ચૂંટણી યોજાઈ હતી. બાંગ્લાદેશ એ દેશોમાંનો એક હતો જેણે આ વર્ષે પ્રથમ વખત ચૂંટણી યોજી હતી. બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં મતદાન સંપૂર્ણપણે એકતરફી રહ્યું હતું. શેખ હસીનાના નેતૃત્વમાં અવામી લીગ પાર્ટીએ સતત ચોથી વખત ચૂંટણી જીતી. આ ચૂંટણીમાં 10 ટકાથી ઓછા લાયક મતદારોએ તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય વિપક્ષી પાર્ટી BNPએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ચૂંટણી જીત્યા છતાં હસીના લાંબા સમય સુધી સત્તામાં રહી શકી ન હતી અને લોકપ્રિય વિરોધ વચ્ચે ઓગસ્ટમાં દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી.

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી

2024 માં ભારતના અન્ય પાડોશી દેશ શ્રીલંકામાં પણ રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી યોજાઈ હતી. આમાં માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા અને તેમની નેશનલ પીપલ્સ પાવર (NPP) અથવા જાથિકા જન બાલાવેગયા પાર્ટીએ 14 નવેમ્બરના રોજ શ્રીલંકાની સંસદીય ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ