BJP: બટેંગે તો કટેંગે નારા બાદ મહારાષ્ટ્રમાં ભાજપની ચિંતા વધી, એકનાથ શિંદે કરવી પડી સ્પષ્ટતા

Maharashtra Election 2024: લોકસભા ચૂંટણી 2024માં 400 પારના નારાથી ભાજપને મોટું નુકસાન થયું છે. હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ યોગીના બટેંગે તો કટેંગે નારા બાદ ભાજપના જ નેતાઓએ પોતાને દૂર રાખ્યા છે.

Written by Ajay Saroya
November 17, 2024 07:29 IST
BJP: બટેંગે તો કટેંગે નારા બાદ મહારાષ્ટ્રમાં ભાજપની ચિંતા વધી, એકનાથ શિંદે કરવી પડી સ્પષ્ટતા
આ પહેલા દાહોદમાં ભાજપના 18 હોદ્દેદારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતાં. (Express Photo)

Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ હિંદુત્વના મુદ્દે વિરોધ પક્ષોને ઘેરવાનું કામ કરી રહી છે. જે રીતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બટેંગે તો કટેંગે ના નારાનો સતત ઉપયોગ કર્યો છે, તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, ભાજપ પોતાના ઘણા વર્ષો જૂના ફોર્મ્યુલા પર પાછી ફરી રહી છે. જે રીતે એક સમયે રામ મંદિરનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો, હવે આ સૂત્રનો ઉપયોગ હિન્દુ મતદારોને એક કરવા માટે કરવામાં આવી રહ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર ભાજપ પણ આ સમયે ઘણી ચિંતાઓનો સામનો કરી રહ્યું છે, આ ચિંતાઓનું એક કારણ સીએમ યોગીનું સૂત્ર છે – બટેંગે તો કટેંગે.

મહાયુતિ ને પસંદ નથી – બટેંગે તો કટેંગે

હકીકતમાં સીએમ યોગીએ સંપૂર્ણ જોશ સાથે આ સુત્રની હુંકાર ભરી છે, પીએમ મોદીએ પણ તે નારાને પોતાની શૈલીમાં સમર્થન આપ્યું છે, પરંતુ મહાયુતિમાં બધા આ નિવેદનથી એટલા સહજ નથી લાગતા. ભાજપના કેટલાક નેતાઓની વાત હોય કે અજીત પવારની, સીએમ યોગીના આ નારાથી દરેક લોકો પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ એનસીપી પ્રમુખ અજિત પવારે તોછડાઈથી કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આવું સ્લોગન ચાલે તેમ નથી. ભાજપના બે નેતાઓ પંકજા મુંડે અને અશોક ચવ્હાણે પણ તેમના વાંધા નોંધાવ્યા છે.

ભાજપ નેતાઓએ યોગીના નિવેદનથી પોતાને દૂર રાખ્યા?

ભાજપના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડેએ કહ્યું કે, મારી રાજનીતિ સંપૂર્ણપણે અલગ છે, હું સીએમ યોગીના નિવેદનનું સમર્થન માત્ર એટલા માટે નથી કરી શકતી કારણ કે તેઓ મારી પાર્ટીના છે.” હું માનું છું કે વિકાસના નામે રાજકારણ થવું જોઈએ. હવે પંકજા મુંડેનું નિવેદન એટલું જ કહેવા માટે પૂરતું છે કે તેઓ હિન્દુત્વ પર ભાજપની આ આક્રમક નીતિથી બિલકુલ સહજ નથી. પરંતુ જ્યારે વિવાદ વધી ગયો અને બોલાચાલીના અહેવાલો આવવા લાગ્યા ત્યારે તેમણે સામેથી આવીને કહેવું પડ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણે પણ ભાજપનું ટેન્શન વધારવાનું કામ કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે ભાજપનો કોઈ નારો નથી પરંતુ ત્રીજા પક્ષ દ્વારા આપવામાં આવ્યો છે. તેઓ અહીં જ ન અટક્યા, તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે યોગી આદિત્યનાથના આ શબ્દોનું કોઇ મહત્વ નથી.

સીએમ એકનાથ શિંદે એ કરવી પડી સ્પષ્ટતા

હવે ભાજપના નેતા, એનસીપીના અજિત પવારે સીએમ યોગીના નિવેદનથી અંતર બનાવી લીધું છે, પરંતુ જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની વાત આવે છે, ત્યારે બંને યોગી અને મોદીના નારાને અલગ રંગ આપવાનો પ્રયાસ કરે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જ્યારે એક થવાની વાત આવે છે, ત્યારે આ મેસેજ માત્ર મહાયુતિ માટે જ હોય છે. તેમના મતે પીએમ મોદી અને યોગી ઈચ્છે છે કે ભાજપ અને તેની ગઠબંધન પાર્ટીઓ એક થઈને ચૂંટણી લડે, એટલા માટે કાર્યકર્તાઓને આવા સૂત્રો દ્વારા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

400 પાર જેવા નારા થી ડર શેનો?

પરંતુ હવે જાણકારોનું માનવું છે કે ભાજપ પોતે કદાચ વધારે કોન્ફિડન્ટ નથી, તેને ખબર નથી કે બટેંગે તો કટેંગે નારો મહારાષ્ટ્રની ચૂંટણીમાં તેને એટલો ફાયદો અપાવી શકશે કે નહીં. તેમની ચિંતાનું એક કારણ એ પણ છે કે લોકસભા ચૂંટણી દરમિયાન 400 પાર નારો પણ આ જ રીતે આપવામાં આવ્યો હતો, પરંતુ તે સૂત્રની અસર સકારાત્મક નહોતી, પરંતુ તેનાથી ઉલટું, પાર્ટીને ઘણી બેઠકો પર ભારે નુકસાન થયું હતું. તે એક નિવેદનના કારણે ઘણા વિસ્તારોમાં મતદાનની ટકાવારી પણ ઓછી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, આ વખતે ભાજપ યોગીની વ્યૂહરચના પર વિશ્વાસ કરી રહ્યું છે, પરંતુ તેની ચિંતાઓ પણ ચાલુ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ