Ambaji Bhadarvi Poonam Melo 2023 – અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ભક્તોનું ઘોડાપુર, બોલ માડી અંબે જય જય અંબેના ગગનભેદી નાદથી રોડ-રસ્તા ગુંજી ઉઠ્યા September 26, 2023 23:38 IST
અંબાજી ભાદરવી પૂનમનો મેળો શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં મેળાનું આયોજન કરવામાં આવે છે.
ભાદરવી પૂનમે અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખો માઇ ભક્તો પગે ચાલીને અંબાજી માતાના દર્શન કરવા આવે છે.
આ વખતે 29 સપ્ટેમ્બર, 2023ના રોજ ભાદરવી પૂનમ છે.ભાદરવી પૂનમના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇ ભક્તો પગપાળા ચાલીને અંબાજી મંદિરે દર્શન કરવા જાય છે.
ભાદરવી પૂનમના દર્શન કરવા ભક્તો પૂનમ પહેલા જ શક્તિપીઠ અંબાજી પહોચી રહ્યા છે. અંબાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યુ છે.
અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા અંબાજીને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે.
ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે.
અંબાજી મંદિર સામેના વિશાળ પ્રાંગણને ચાચર ચોક કહેવાય છે. અહીંયા ભક્તો ગરબા રમીને માતાની આરાધના કરે છે.
અંબાજી અંદિરમાં લાઇટિંગ અને લેસર લાઇટિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.
અવનવી રંગબેરંગી લાઇટિંગથી સુભોશિત અંબાજી મંદિર રાત્રીના સમયે બહુ જ સુંદર દેખાય છે.
અંબાજી મંદિરના શિખરોને સુવર્ણથી સુશોભિત કરવામાં આવ્યું છે. શક્તિપીઠના ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિની નહીં પણ યંત્રની પૂજા કરવામાં આવે છે.
દંડવત પ્રણામ કરીને અંબાજી મંદિરે દર્શન કરવા જઇ રહેલો એક માઇભક્ત.
અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા યાત્રાળુઓની સેવા માટે 1200થી વધુ બસો મૂકવામાં આવી છે.