-
કોરોનાને કારણે બે વર્ષ બાદ આ વર્ષે રાજ્યમાં નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે લોકો બે વર્ષના હર્ષોઉલ્લાસ સાથે રમઝટે ચડ઼્યાં હતા. ત્યારે હવે નવરાત્રીની ધૂમધામથી ઉજવણી કર્યા બાદ લોકો દિવાળીના તહેવારની તૈયારીઓમાં લાગી ગયા છે.
-
દિવાળીના તહેવારને લઇ અમદાવાદના લાલ દરવાજાની વાત કરીએ તો લાલ દરવાજા ખાતે દીવાળીનો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે.
-
લાલ દરવાજા ખાતે દિવાળીના તહેવારને લઇ લોકો શોપિંગ કરવા માટે ઉમટી પડ્યાં છે. આ સાથે તેમનો દિવાળી પ્રત્યેનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
-
હજારોની સંખ્યામાં લોકો લાલ દરવાજા ખાતે શોપિંગ કરવા માટે પહોંચ્યાં છે. જેનો નજારો આ તસવીરમાં જોવા મળી રહ્યો છે.
-
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના લાલ દરવાજા ખાતે લોકોને તેના બજેટમાં અને ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુ મળી રહેતી હોવાથી લોકોની પહેલી પસંદ લાલ દરવાજા જ હોય છે.
-
કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ લોકોની ગાડી ધીમે ધીમે ફરી રફતાર પર આવી છે. જેને પગલે આ વર્ષે લોકો બિન્દાસ્ત રીતે દીવાળીના તહેવારની ઉજવણી કરશે તેમજ કોઇ પણ પ્રકારની પાંબદી વગર તેઓ તેના સગા સંબંધીઓને મળી નૂતન વર્ષના અભિનંદન પાઠવી શકશે.
