Happy Diwali 2024 Wishes Images Quotes Status Wallpapers in Gujarati: દિવાળી શુભેચ્છા સંદેશ દિવાળી હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર છે. ધનતેરસથી શરૂ થતો 5 દિવસનો દિવાળી તહેવાર કારતક સુદ ભાઈબીજ સુધ ઉજવાય છે. દિવાળી પર લક્ષ્મી પૂજા કરવામાં આવે છે. દિવાળી પર ઘરના આંગણે રંગોળી બનાવાય છે અને રાત્રે દીપક પ્રગટાવી પ્રકાશના પર્વની ઉજવણી કરવામાં આવે છે. સમય સાથે તહેવારોની ઉજવણીની રીત બદલાય છે. ડિજિટલ યુગમાં લોકો મોબાઇલ મેસેજ મોકલી તહેવારોની શુભકામના પાઠવે છે. અહીં દિવાળી શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા છે. જે તમે તમારા પ્રિયજનોને મોકલી શકો છો અને તમને દિવાળી 2024 ની શુભેચ્છા ખાસ રીતે આપી શકો છો. (Photo: Freeepik)
દિવાળી પર લક્ષ્મી પૂજાનું મહત્વ ધનતેરસ જેમ દિવાળી પર લક્ષ્મી પૂજાનું મહત્વ છે. આ દિવળી માતા લક્ષ્મી ધરતી પર વિચરણી કરે છે. દિવાળીની સાંજે લક્ષ્મી પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મી ધન અને સંપત્તિની દેવી છે. સમગ્ર વર્ષ દરમિયાન ઘરમાં ધન સંપત્તિ આવે અને માતા લક્ષ્મીનો વાસ રહે તેવી પ્રાર્થના માટે દેવી લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. દિવાળી પર વિવિધ મીઠાઈ અને પકવાન બનાવવાનો રિવાજ છે. દિવાળી પર રંગોળી અને લાઇટિંગ વડે ઘરને શણગારવામાં આવે છે. ઉપરાંત સાંજે દીપક પ્રગટાવી ઘરને પ્રકાશિત કરવામાં આવે છે. ફટાકડા ફોડવાની મજા જ અનોખી હોય છે. (Photo: Freeepik)
દિવાળી ધાર્મિક મહત્વ દિવાળીનું વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી પત્ની સીતા અને ભાઇ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત આવ્યા હતા. ભગવાન રામના આગમનની ખુશમાં અયોધ્યાવાસીઓએ ઘરે ઘરે દીપક પ્રગટાવી તેનું સ્વાગત કર્યુ હતું. આ દિવસ હતો કારતક વદ અમાસ. આથી દર વર્ષે ભગવાન રામની આયોધ્યા આગમનની ખુશમાં દિવાળી તહેવાર ઉજવાય છે. (Photo: Freeepik)
દિવાળી આવે છે, દિવાની રોશની સાથે, હર્ષની હલચલ સાથે, ખુશીઓની મીઠાશ સાથે, નવા હર્ષોલ્લાસ સાથે, દિવાળી આવે છે. આપ અને આપના પરિવારને દિવાળીના આ પાવન પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ! દિવાળીની હાર્દિક શુભેચ્છા Happy Diwali (Photo: Freeepik)