Janmashtami 2024: જન્માષ્ટમી પર ઘરે લાવો આ 5 વસ્તુ, આર્થિક તંગી દૂર થશે અને સુખ – સમૃદ્ધિ આવશે
Janmashtami 2024: જન્માષ્ટમી પર વાંસળી ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં વાંસળી હોય ત્યાં પ્રેમ અને પૈસાની કમી નથી હોતી.
Janmashtami 2024: જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમના રોજ ઉજવાય છે. જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની પૂજા આરાધના અને ઉપવાસ કરવાનો નિયમ છે. ભગવાન શ્રીકૃષ્ણને ઘણી વસ્તુઓ પ્રિય છે, જે જન્માષ્ટમી ખરીદી ઘર લાવવાથી ફાયદો થાય છે. અહીં જન્માષ્ટમી પર 5 વસ્તુ ખરીદી ઘરે લાવશો કિસ્મતના દરવાજા ખુલી જશે, સુખ સમૃદ્ધિ સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પણ મેળવી શકો છો. આવો જાણીએ આ 5 વસ્તુ કઇ છે (Photo: Freepik)
નોકરી અને વેપારમાં વૃદ્ધિ માટે કામધેનુ ગાય ખરીદો જન્માષ્ટમી પર પિત્તળ કે ચાંદીની કામધેનુ ગાય ખરીદો છો અને ઘરે લાવો છો, તો નોકરી અને ધંધા વેપારમાં પ્રગતિ થઈ શકે છે. તેમજ તમે આ ગાય તિજોરીમાં પણ રાખી શકો છો. (Photo: Freepik)
વાંસળી ખરીદો જન્માષ્ટમી પર વાંસળી ખરીદી ઘરે લાવવો. ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. તેથી જે ઘરમાં વાંસળી હોય ત્યાં ધન અને પ્રેમનો અભાવ થતો નથી. તેમજ પતિ પત્ની વચ્ચે પ્રેમ રહે છે. (Photo: Freepik)
લડ્ડુ ગોપાલની તસવીર ઘરે લાવો જો તમને ઘણી મહેનત પછી સંતાન નથી થઈ રહ્યું તો તમે જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલની તસવીર ખરીદીને તમારા બેડરૂમમાં મૂકી શકો છો. આમ કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ મજબૂત બની શકે છે. (Photo: Social Media)
નકારાત્મક ઊર્જાનો નાશ થશે જન્માષ્ટમી પર ગંગાજળ લાવી રોજ ઘરમાં ગંગાજળ છાંટી શકો છો. આવું કરવાથી ઘર માંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. (Photo: Social Media)
ચંદન ખરીદો જન્માષ્ટમી પર ચંદન ખરીદવું શુભ મનાય છે. આ ચંદન ભગવાન શ્રીકૃષ્ણ લગાવો. આ ચંદનનું તમે પણ તિલક લગાવો. કપાળ પર ચંદન લગાવવાથી મન શાંત રહે છે અને આજ્ઞા ચક્ર પણ સક્રિય થાય છે. (Photo: Freepik/Social Media)
જન્માષ્ટમી 2024 તારીખ જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમ તિથિ પર ઉજવાય છે. આ તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણે મથુરાની જેલમાં અવતાર લીધો હતો. વર્ષ 2024માં જન્માષ્ટમી 26 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ વર્ષે જન્માષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 03:39 વાગ્યે શરૂ થાય છે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02:19 વાગ્યે સમાપ્ત થાય છે. 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. (Photo: Freepik) (ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.