Maha Kumbh 2025: મહા કુંભ મેળા માંથી ઘરે આ 5 વસ્તુ જરૂર લાવો, જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે, આર્થિક તંગી દૂર થશે
Maha Kumbh 2025 Astro Remedies: મહા કુભ મેળો 2025 પ્રયાગરાજમાં શરૂ થઇ ગયો છે. જો તમે મહા કુંભ મેળામાં જઈ રહ્યા છો તો ત્યાંથી અમુક ખાસ વસ્તુઓ તમારી સાથે ઘરે લાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.
મહા કુંભ 2025 પ્રયાગરાજમાં શરૂ મહા કુંભ મેળો પ્રયાગરાજમાં શરૂ થઇ ગયો છે. 13 જાન્યુઆરી 2025ના રોજ પોષ પુનમની શુભ તિથિમાં શરૂ થયેલો મહા કુંભ મેળો 26 ફેબ્રુઆરી મહા શિવરાત્રીના રોજ સમાપ્ત થશે. મહા કુંભના વિશેષ અવસર પર દેશ વિદેશ માંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જશે અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહા કુંભ દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપો માંથી મુક્તિ મળે છે. (Photo: Social Media)
મહા કુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં સ્નાન મહા કુંભ દરમિયાન ખાસ તિથિ પર થતા શાહી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે આ તિથિઓ પર સ્નાન કરવાથી જીવનની તમામ મુશ્કેલી પરેશાની દૂર થાય છે અને સાધકને ઇચ્છિત ફળ મળે છે. આ ઉપરાંત તેની સાથે જોડાયેલી માન્યતાઓ પણ છે કે જો તમે મહાકુંભમાં જઈ રહ્યા છો તો ત્યાંથી અમુક ખાસ વસ્તુઓ તમારી સાથે ઘરે લાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો આવો જાણીએ મહા કુંભ થી ઘરે લાવવા જેવી શુભ વસ્તુઓ વિશે. (Photo: Social Media)
ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મહા કુંભ થી ત્રિવેણી સંગમનું પવિત્ર જળ ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જળ પૂજા સ્થળ પર રાખો. એવું માનવામાં આવે છે કે આ પાણી ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે. આ સાથે જ ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. (Photo: Social Media)
ત્રિવેણી સંગમની પવિત્ર માટી ત્રિવેણી સંગમની માટી પણ મહા કુંભથી ઘરે લાવવી જોઈએ. આ પવિત્ર માટી લાવીને ઘરના મુખ્ય દ્વાર કે પૂજા સ્થળ પર રાખો. માન્યતા છે કે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. તેનો ઉપયોગ પૂજામાં પણ કરી શકાય છે. (Photo: Freepik)
તુલસીનો છોડ મહા કુંભથી તુલસીનો છોડ ઘરે લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરે લાવો અને તેને નિયમિત પાણી આપો અને સાંજે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ આર્થિક તંગી સામનો કરવો પડતો નથી. (Photo: Social Media)
પૂજાના ફુલ અને પ્રસાગ મહા કુંભ દરમિયાન મંદિરોમાં ચઢાવવામાં આવતા ફૂલ અને પ્રસાદ દિવ્ય માનવામાં આવે છે. આથી પૂજાના ફુલ અને પ્રસાદ ઘરે લાવવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને જીવનના તમામ દુ:ખમાંથી મુક્તિ મળી શકે છે. (Photo: Social Media)
પવિત્ર ભસ્મ એવું માનવામાં આવે છે કે મહાકુંભથી લાવવામાં આવેલી પવિત્ર ભસ્મ કપાળ પર લગાવવાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મકતા દૂર થાય છે. આ ભસ્મ ઘરે લાવીને પૂજા સ્થળ પર રાખો. તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને શાંત રહેશે. સાથે જ ભગવાન શિવ ખુશ થઇ આશીર્વાદ વરસાવશે. આ ઉપરાંત મહા કુંભથી શિવલિંગ, પારસ પથ્થર કે શુભ વસ્ત્ર લાવવું પણ ખૂબ લાભકારી માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘરે લાવીને પૂજા સ્થાન પર રાખવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. (Photo: Social Media)
પ્રયાગરાજના જોવાલાયક 10 સ્થળો મહા કુંભ મેળો 2025 ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાઇ રહ્યો છે. પ્રયારાજ ધાર્મિક યાત્રાધામ હોવાની સાથે સાથે ઐતિહાસિક સ્થળ પણ છે. પ્રયાગરાજમાં ઘણા દર્શનિય ધાર્મિક અને જોવાલાયક ઐતિહાસિક સ્થળો છે. જો તમે મહા કુંભ મેળામાં જઇ રહ્યા છો તો અહીં પ્રયાગરાજમાં જોવા લાયક 10 સ્થળો વિશે અહીં જાણકારી આપી છે. (Photo: Social Media)