Maha Kumbh 2025: મહા કુંભમાં સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ કલ્પવાસ કરશે, આ ધાર્મિક ક્રિયા શું છે અને 21 નિયમ જાણો
Kalpavas In Maha Kumbh 2025: મહા કુંભ મેળામાં એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ કલ્પવાસ કરી રહ્યા છે. મહા કુંભમાં કલ્પવાસનું વિશેષ મહત્વ છે અને 21 નિયમોનું પાલન પડે છે, જેમા આ 5 નિયમોનું ખૂબ જ કડક પાલન કરવું જોઈએ.
મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં શરૂ મહા કુંભ મેળો 2025 પ્રયાગમાં 13 જાન્યુઆરીથી શરૂ થઇ ગયો છે, જે 26 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થશે. આસ્થા, સંસ્કૃતિ અને એકતાનો સંગમ 'મહા કુંભ મેળો' એ સનાતન પરંપરા અને ભારતીય સંસ્કૃતિનો મોટો ધાર્મિક પ્રસંગ છે. આ સાથે, તે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક તહેવાર પણ છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળામાં કલ્પવાસ સાધના હાલ મહા કુંભ મેળાના કલ્પવાસની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ મહા કુંભ મેળામાં કલ્પવાસ કરી રહ્યા છે. કલ્પવાસના 21 નિયમો છે. જો આનું પાલન કરવામાં આવે તો જીવન પરિવર્તન થઇ શકે છે. જો કે તેના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે, પરંતુ આ 5 નિયમોનું ખૂબ જ કડક પાલન કરવું જોઈએ. (Photo: @MahaKumbh_2025)
કલ્પવાસ સનાતન પરંપરા કલ્પવાસ એ સનાતન ધર્મની ખૂબ જ જૂની પરંપરા છે, જેનો ઉલ્લેખ રામચરિતમાનસ અને મહાભારત જેવા વેદ અને પુરાણોમાં પણ જોવા મળે છે અને ખાસ કરીને મહાકુંભમાં તેનું મહત્વ વધુ બને છે. (Photo: @MahaKumbh_2025)
કલ્પવાસ કેટલા સમયનો હોય છે? કલ્પવાસ મહા માસના 11 દિવસ થી શરૂ થઇ માહ માસના 12માં દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન સફેદ અને પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, કલ્પવાસનું પાલન કરવાથી 100 વર્ષ સુધી ભોજન કર્યા વિના તપસ્યા કરવા સમાન પરિણામ મળે છે. જો કે, કલ્પવાસ ખૂબ જ કઠિન સાધના છે, જે વ્યક્તિએ તેને 21 નિયમોનું પાલન કરવું પડશે. (Photo: @MahaKumbh_2025)
આ ઉપરાંત કલ્પવાસના 21 નિયમોમાં જમીન પર સૂવું, અગ્નિનું સેવન ન કરવું (એટલે કે અગ્નિ ન પકડવી) અને ભગવાનની પૂજાનો સમાવેશ થાય છે. (Photo: @MahaKumbh_2025)
કલ્પવાસ કેટલા વર્ષ સુધી કરવાનું હોય છે? કલ્પવાસ બહુ કઠિન હોય છે. એકવાર કલ્પવાસ શરૂ થઈ જાય પછી તેને 12 વર્ષ સુધી ચાલુ રાખવાનું હોય છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં શરૂ થઇ ગયો છે. મહા કુંભ મેળો 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહે છે. જો તમે મહા કુંભ મેળામાં જઇ રહ્યા છે, અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન ઉપરાંત પ્રયાગરાજના જોવાલાયક 10 સ્થળોની જાણકારી આપી છે. આ સ્થળોની મુલાકાત વગર પ્રયાગરાજનો પ્રવાસ અધુરો રહેશે. પ્રયાગરાજના જોવાલાયક 10 સ્થળો ની જાણકારી માટે અહીં ક્લિક કરો. (Photo: @MahaKumbh_2025)