Maha kumbh Mela 2025 Photos: પ્રયાગરાજ મહા કુંભ મેળા 2025માં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવવા સાધુ, સંતો, નાગા સાધુઓ અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અહીં મહા કુંભ મેળાના ખાસ ફોટા રજૂ કરવામાં આવ્યા છે.
મહા કુંભ મેળો 2025 મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં શરૂ થઇ ગયો છે. વર્ષ 144 બાદ આયોજીત મહા કુંભ મેળામાં ગુરુઓ સાધુ, સંતો સહિત દેશ અને વિદેશમાંથી લાખો લોકો ત્રિવેણી સંગમમાં ડુબકી મારવા પ્રયાગરાજમાં પહોંચી રહ્યા છે. વિવિધ સંપ્રદાયના અખાડાના સાધુઓ, નાગા સાધુ, મહિલા નાગા સાધુ સહિત સંતો અને ગુરુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળામાં ગંગા સ્નાન મહા કુંભ મેળાનો માહોલ જ દિવ્ય અને અદભુત હોય છે. કડકડતી ઠંડીમાં પણ સાધુ, સંતો અને સામાન્ય નાગરિકો ગંગા નદીમાં આસ્થાની ડુબકી લગાવે છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળામાં યુવાનોએ લગાવી આસ્થાની ડુબકી મહા કુંભ મેળામાં યુવાન લોકો પણ ત્રિવેણી સંગમ સ્નાન માટે મોટી સંખ્યામાં પ્રયાગરાજ આવ્યા છે. અગાઉ એવી માન્યતા હતી કે, વૃદ્ધ અને મોટી ઉંમરના લોકો જ મહા કુંભ મેળામાં જાય છે. જો કે પ્રયાગરાજના મહા કુંભ મેળામાં નાની ઉંમરના યુવાન પુરુષ મહિલા અને નાના બાળકો પણ ગંગા સ્નાન માટે આવ્યા છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળામાં મહાકાળ મહા કુંભ મેળામાં સાધુ સંતો વાજતે ગાજતે અખાડા પ્રવેશ કરે છે. તે દરમિયાન વિવિધ કરતબો, ઝાંખી અને નૃત્યો રજૂ કરવામાં આવે છે. નાગા સાધુઓ અને કલાકારો વિવિશ વેશભૂષા ધારણ કરે છે. મહાકાળ, મહા કાળી, અધોરીની વેશભૂષા સૌથી વધારે પ્રસંદ કરવામાં આવે છે. અહીં ફોટામાં એક કલાકારે મહાકાલનું સ્વરૂપ ધારણ કર્યું છે. સાથી કલાકારો તેમની કલા રજૂ કરી રહ્યા છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળામાં શીખ અખાડા મહા કુંભ મેળા ભારતીય સંસ્કૃતિની આસ્થા, વિશ્વાસ અને એકતાનું પ્રતીક છે. મહા કુંભ મેળા 2025માં હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના અખાડા ઉપરાંત શીખ ધર્મના અખાડા પણ સામેલ થયા છે. અહીં ફોટામાં શીખ ધર્મના સંતો ભગવા વસ્ત્રમાં તલવાર સાથે અખાડા પ્રવેશ કરતા દેખાય છે. (Photo: @MahaKumbh_2025)
સાધુ સંતોની આકર્ષક વેશભૂષા મહા કુંભ મેળામાં આવનાર સાધુ સંતોની વેશભૂષા આકર્ષક હોય છે. માથામાં મોટી જટા, લાંબી દાઢી, શરીરમાં રાખ, કપાટ પર ભસ્મનું ત્રિપુંડ અને લાલ તિલક, ગળામાં રુદ્રાક્ષની માળા, હાથમાં ત્રિશુલ વગેરે જોવા મળે છે. આ ફોટામાં એક જટાધારી યુવાન સાધુ એક હાથમાં ત્રિશુલ રાખી બીજા હાથ વડે વાસંળી વગાડતા દેખાય છે. સાધુએ જટા અને ગળામાં ફુલોની માળી પહેરી આકર્ષક રૂપ ધારણ કર્યું છે. (Photo: @MahaKumbh_2025)
સનાતન ધર્મમાં શાસ્ત્ર સાથે શસ્ત્રનું મહત્વ મહા કુંભ મેળામાં સાધુ, સંતો અને નાગા સાધુઓ મોટી સંખ્યામાં આવ્યા છે. સાધુઓનો અખાડા પ્રવેશ ધામધૂમપૂર્વક સાથે છે. આ દરમિયાન સાધુઓ વાજતે ગાજતે સુંદર રીતે શણગારેલા રથ, ઘોડા ગાડીમાં બેસીને આવે છે. સાધુ સંતો વિવિધ પ્રકારના કરતબ અને શસ્ત્ર પ્રદર્શન પણ રજૂ કરે છે. અહીં ફોટામાં ઘોડ પર બેઠેલા એક સાધુના હાથમાં શસ્ત્ર દેખાય છે, જે સનાતન હિન્દુ ધર્મમાં શાસ્ત્ર સાથે શસ્ત્રનું મહત્વ દર્શાવે છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળા અને ગંગા સ્નાન મહા કુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીનું સંગમ થાય છે. સનાતન હિંદ ધર્મમાં ગંગા નદી પવિત્ર માનવામાં આવે છે. માન્યતા મુજબ ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ માંથી મુક્તિ મળે છે. તેમાય જ્યારે મહા કુંભ દરમિયાન ગંગા નદીમાં સ્નાન કરવામાં આવે છે ત્યારે વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. મહા કુંભ મેળામાં એક સાધુ ગંગા નદીનું મહત્વ દર્શાવતા લખાણ સાથે દેખાય છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળા તારીખ મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીના રોજ શરૂ થયો છે. 40 દિવસ ચાલનાર આ મહા કુંભ મેળો 26 ફેબ્રુઆરી, 2025ના રોજ મહા શિવરાત્રી પર સમાપ્ત થશે. ફોટામાં એક ધાતુ પોતાની ધૂનમાં ધ્યાન જાપ કરતા દેખાય છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળા માટે ખાસ વ્યવસ્થા મહા કુંભ મેળા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રિવેણી સંગમ સ્થાન પર સ્નાન માટે ખાસ વ્યવસ્થા, કડક સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી, કોસ્ટગાર્ડ અને સુરક્ષા કર્મીઓ ખડે પગે તૈનાત છે. ફોટામાં એક મુલાકાતી ભીડ વચ્ચે ધ્યાન અવસ્થામાં દેખાય છે. એક સંત ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા છે. (Photo: @MahaKumbh_2025)
મહા કુંભ મેળામાં મહિલા નાગા સાધુ મહા કુંભ મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. પુરુષોની જેમ મહિલા નાગા સાધુઓ પણ હોય છે. મહા કુંભ મેળામાં મોટી સંખ્યામાં મહિલા નાગા સાધુઓ ગંગા સ્નાન માટે આવ્યા છે. (Photo: @MahaKumbh_2025)