સાધુ-સંતો મહાકુંભ છોડતા પહેલા કેમ ખાય છે કઢી-પકોડા? શું છે માન્યતા
Mahakumbh 2025 : મહાકુંભમાંથી સાધુઓ, સંતો અને નાગા સાધુઓના પાછા ફરવાની પ્રક્રિયા વસંત પંચમી એટલે કે ત્રીજા અમૃત સ્નાન પછી શરૂ થઈ ગઈ છે. બધા નાગા સાધુઓએ પોતપોતાના અખાડાઓ સાથે પરત ફરવાની યાત્રા શરૂ કરી દીધી છે. જોકે મહાકુંભ હજુ પૂર્ણ થયો નથી. મહાકુંભ 26 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના શુભ અવસર પર સમાપ્ત થશે
mahakumbh 2025 : વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ મહાકુંભ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને સામૂહિકતાની અદ્ભુત શક્તિનું પ્રતીક છે. અહીં સંતો, ઋષિઓ, જ્ઞાનીઓ, વિદ્વાનો અને સામાન્ય લોકો બધા એક થઈ જાય છે. (Photo: Mahakumbh/Twitter)
આટલો મેળાવડો બીજે ક્યાંય જોવા મળવો દુર્લભ છે. મહાકુંભ હોય કે કુંભ, નાગા સાધુ, સાધુ, સંતો અને મહાત્માઓ સૌથી વધુ ચર્ચામાં રહે છે. મહાકુંભમાં વસંત પંચમીના શુભ અવસર પર ત્રીજું અમૃત સ્નાન હતું અને ત્યારબાદ નાગા સાધુઓ પાછા ફરવા લાગ્યા હતા. (Photo: Indian Express)
જોકે મહાકુંભ હજુ પૂર્ણ થયો નથી. મહાકુંભ 26 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના શુભ અવસર પર સમાપ્ત થશે. આ દિવસે મહાકુંભનું છેલ્લું મહાસ્નાન થશે. મહાકુંભમાંથી સાધુઓ, સંતો અને નાગા સાધુઓના પાછા ફરવાની પ્રક્રિયા વસંત પંચમી એટલે કે ત્રીજા અમૃત સ્નાન પછી શરૂ થઈ ગઈ છે. બધા નાગા સાધુઓએ પોતપોતાના અખાડાઓ સાથે પરત ફરવાની યાત્રા શરૂ કરી દીધી છે. (Photo: Indian Express)
પણ શું તમે જાણો છો કે આ નાગા સાધુઓ અને સંતો મહાકુંભ છોડતા પહેલા કઢી-પકોડા કેમ ખાય છે? તેમના માટે ખાસ કઢી અને પકોડા તૈયાર કરવામાં આવે છે. આ કઢી અને પકોડા તૈયાર કરવાની જવાબદારી ત્યાના સ્થાનિય મૂળ સમુદાયની હોય છે. (Photo: Indian Express)
દરેક અખાડામાં કઢી અને પકોડા ખાવાની પરંપરા જોવા મળે છે. પ્રયાગરાજના વાળંદ અને તેમના પરિવારના સભ્યો ઋષિઓ અને સંતો માટે કઢી-પકોડા તૈયાર કરે છે. આને સંતોને વિદાય આપવાની એક શુભ વિધિ પણ માનવામાં આવે છે. મહાકુંભ મેળામાંથી પોતાના મૂળ સ્થાને પાછા ફરતા પહેલા, સાધુઓ કઢી-પકોડા ખાધા વિના જતા નથી. આ પરંપરા વર્ષો જૂની છે અને હજુ પણ ચાલુ છે (Photo: Mahakumbh/Twitter)
આ ધાર્મિક વિધિ અખાડાના સંતોના પરસ્પર ભાઈચારો અને સુમેળને પ્રતિબિંબિત કરે છે. આમાં વિવિધ અખાડાના સંતો ભેગા થાય છે અને સામૂહિક રીતે કઢી-પકોડીનો પ્રસાદ લે છે. (Photo: Indian Express)
આ સાથે, કઢી અને પકોડાને શુદ્ધ અને સાત્વિક માનવામાં આવે છે. કઢીને વિશેષ વિધિથી બનાવવામાં આવે છે. જેમાં પુરી રીતથી સાત્વિક અને શુદ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઋષિઓ અને સંતોને કઢી-પકોડા ખવડાવીને વિદાય કરવાથી તેમના આશીર્વાદ મળે છે. (Photo: Mahakumbh/Twitter)
પ્રસ્થાન પહેલાં સાધુ-સંત તેમના ઇષ્ટ દેવની મૂર્તિ સ્થાપિત કરે છે. તે પોતાના ધર્મ ધ્વજાની નીચે સ્થાપિત પોતાના ઇષ્ટ દેવતાને રુમમાં લઈ જાય છે. આ પછી અખાડાના સંતો સાથે મળીને પૂર્ણાહુતિ હવન કરે છે. (Photo: Mahakumbh/Twitter)
હવન પછી અખાડાના સંતો અને ઋષિઓ ધજાની દોરી ઢીલી કરે છે. આ વિદાયનું પ્રતીક છે. આ પછી અષ્ટ કૌશલના સંતો ભાલા લઈને પગપાળા તેમના સ્થાયી કાર્યાલયમાં જાય છે. પછી સંતો છાવણીમાં આવે છે, સ્નાન કરે છે, વસ્ત્ર પહેરે છે, કઢી-પકોડા ખાય છે અને પછી પ્રયાગરાજ છોડી દે છે. (Photo: Mahakumbh/Twitter)