ધનતેરસ અને દિવાળી વચ્ચે આવતી ચૌદસ તિથિને કાળી ચૌદસ કે નરક ચતુર્દશીના નામે ઓળખવામાં આવે છે. કાળી ચૌદસને તંત્ર-મંત્રને સિદ્ધ કરવા માટેનો ઉત્તમ દિવસ ગણાય છે. આ દિવસે કરાતી તંત્ર-મંત્ર સાધના અને ટોટકા સિદ્ધ થતા હોવાની અને તેના ધાર્યા પરિણામ મળતા હોવાનું માનવામાં આવે છે. કાળી ચૌદસના રોજ કેટલાંક સરળ ટોટકા કરવાથી તમારી મનોકામના પુરી કરી શકાય છે.
ઉબટન લગાવી સ્નાન કરો

નરક ચતુર્દશીને ‘રૂપ ચૌદસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠ્યા બાદ ચહેરા અને શરીર પર ઉબટન લગાવીને સ્થાન કરવું જોઇએ. શરીર પર ઉબટન લગાવ્યા બાદ પાણીમાં લીમડાના પાન નાખીને સ્નાન કરવામાં આવે છે. નરક ચતુર્દશીના દિવસે ઉબટન લગાવીને સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.
યમદેવના નામનો દીપ પ્રગટાવો

કાળી ચૌદસના દિવસે યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાંજે ઘરના દરવાજા પર યમદેવના નામનો દીપ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યમદેવ માટે દીવો પ્રગટાવવાથી પરિવારના સભ્યોનું અકાળે મૃત્યુ થતું નથી.
14 દિવા પ્રગટાવો

નરક ચતુર્દશીની રાત્રી ભગવાન યમના નામનો દીવો પ્રગટાવવાની સાથે સૂર્યાસ્ત પછી ઘરના દરવાજા પર દક્ષિણ દિશામાં મુખ રાખીને ચૌદ દીવા પ્રગટાવવા જોઈએ. નરક ચૌદસ નામના આ ચૌદ દિવાઓ પરિવારની તમામ મુશ્કેલીઓને દૂર ભગાડે છે.
ભગવાન કૃષ્ણની પૂજા કરો

કાળી ચૌદસના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કરવી શુભ માનવામાં પ્રાપ્ત થાય છે. કાળી ચૌદસના દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
હનુમાન દાદાની પૂજા કરો

કાળી ચૌદસના દિવસે હનુમાન ભગવાની પૂજા કરવામાં આવે છે. હનુમાન જીને બળ-બુદ્ધના દાતા અને ડર – ભૂતને ભગાડનાર દેવતા માનવામાં આવે છે. આ દિવસે રામદૂત હનુમાન જીની પૂજા કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
મહાકાળી માતાની વિશેષ પૂજન

નરક ચતુર્દશીને કાળી ચૌદસ કહેવામાં આવે છે. આ દિવસે મહાકાળી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. મહાકાળી માતાની વિશેષ પૂજા-સાધના કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.
કાળ ભૈરવની પૂજા કરવી

કાળી ચૌદસને ઉગ્ર દેવતાઓની પૂજા-સાધનાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કાળ ભૈરવ ભગવાની પૂજા કરવાનું વિશેષ મહાત્મય છે. આ દિવસે તેમની પૂજા કરવાથી તમા કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થતી હોવાનું મનાય છે.