sawan 2023 : શ્રાવણમાં આ વસ્તુઓ સપનામાં દેખાય તો માનવામાં આવે છે લાભકારી, ભોળાનાથ સાથે લક્ષ્મીની પણ થશે કૃપા
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં સપનામાં સાંપ દેખાવો ખુબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ આનો મતલબ છે કે આવનારા દિવસોમાં ધન પ્રાપ્તિ થઈ શકે છે. રોકાયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે.
Sawan 2023 : શ્રાવણનો પવિત્ર મહિનો શરુ થવના આડે થોડા દિવસો બાકી છે. ભગવાન શંકર ભોળાનાથનો આ પવિત્ર મહિનો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સાવનના મહિનાનું વિશેષ મહત્વ નાવમાં આવે છે. કારણ કે શ્રાવણ મહિનામાં દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું.
તેમાંથી નીકળેલા હળાહળ ઝેરને પીને ભગવાન શિવને માનવ જાતિનું કલ્યાણ કર્યું હતું. એટલા માટે ભક્તગણ ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરે છે. ભગવાન શિવના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. પરંતુ શું જમે જાણો છો કે શ્રાવણ મહિનામાં સપનામાં ભગવાન શિવ, શિવલિંગ, ત્રિશુળ અથવા અન્ય ચીજો દેખાવાનો શું મતલબ હોય છે?
સપનામાં સાંપ દેખાવો : સ્વપ્ન શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં સપનામાં સાંપ દેખાવો ખુબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ આનો મતલબ છે કે આવનારા દિવસોમાં ધન પ્રાપ્તિ થઈ શકે છે. રોકાયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે.
નંદીના દર્શન થવા : શ્રાવણ મહિના દરમિયાન નંદિના દર્શન કરવા મંગળકારી માનવામાં આવ્યા હતા. ક્યોકિ નંદી ભોળાનાથના ગણ છે. સાથે જ તેમનું વાહન પણ છે. એટલા માટે જો તમને સપનામાં નંદી દેખાય છે તો આવનારા દિવસોમાં તમારી કોઈ મનો કામના પૂર્ણ થઇ શકે છે. સાથે કાર્યોમાં સફળતા મળી શકે છે. સંતાન પક્ષ સાથે જોડાયેલા કોઈ સમાચાર મળી શકે છે.
ત્રિશૂલ દેખાવું : સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સાવન દરમિયાન ત્રિશુલનું સપનામાં દેખાવું ખુબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે ત્રિશૂલના ત્રણ શૂલો કામ, ક્રોધ અને લાભનો કારક માનવામાં આવ છે. એટલા માટે ત્રિશૂલ જોવાનો મતલબ છે કે આવનારા દિવસોમાં તમારી કોઈ મનોરથ પૂર્ણ થઈ શકે છે. સાથે જ કોઈ અટકેલું કામ બની શકે છે.
સપનામાં ભોળાનાથના દર્શન : જો શ્રાવણ મહિનામાં તમને સપનામાં ભગવાન શિવનું દર્શન થાય છે તો આ ખુબ જ શુભ સંકેત છે. આનો મતલબ છે કે ભગવાન શિવ તમારા પર પ્રસન્ન છે. સાથે જ આવનાર દિવસોમાં તમારે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે. જો તમે કોઈ કુંવારી કન્યાને સપનામાં શિવલિંગના દર્શન કરતી દેખાય તો સમજો કે ના લગ્નનો પ્રસ્તાવ આવનારો છે.