-
બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેને વાંચન અને લેખનનો પણ ખૂબ શોખ છે. આ કલાકારોએ પોતાના ઘરમાં લાઈબ્રેરી પણ બનાવી છે. આમાંથી ઘણી અભિનેત્રીઓને પુસ્તકો પણ લખ્યા છે. સોનાલી બેન્દ્રે પણ લખવાનો ઘણો શોખ છે. તેણીએ The Modern Gurukul: My Experiments with Parenting નામનું પુસ્તક લખ્યું છે.
-
ટિસ્કા ચોપરા લેખન અને વાંચનનો જબરો શોખ ધરાવે છે. તેણીએ અત્યાર સુધીમાં બે પુસ્તકો લખ્યા છે. વર્ષ 2021માં What’s Up With Me?: Puberty, Periods, Pimples, People, Problems and More, ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.
-
પ્રિયંકા ચોપરાને પણ લખવાનો ઘણો શોખ છે. અગાઉ તે અખબારો માટે અભિપ્રાય પણ લખતી હતી. વર્ષ 2021માં પ્રિયંકા ચોપરાએ ‘Unfinished’ નામનું પહેલું પુસ્તક પ્રકાશિત કર્યું.
-
સોહા અલી ખાનની વાત કરીએ તો તેણે ઓક્સફર્ડમાંથી અભ્યાસ કર્યો છે. તે પણ ખૂબ સારી લેખન શૈલીનું નોલેજ ધરાવે છે. વર્ષ 2017માં સોહાના પુસ્તક Perils of Being Moderately Famousને પ્રતિષ્ઠિત ક્રોસવર્ડ બુક એવોર્ડ મળ્યો હતો.
-
ટ્વિંકલ ખન્ના લેખન ક્ષેત્રે ઘણી સક્રિય છે. તેણીએ ઘણા પુસ્તકો લખ્યા છે. ટ્વિંકલનું પહેલું પુસ્તક મિસિસ ફની બોન્સ બેસ્ટ સેલર હતું.
-
કરીના કપૂરની વાત કરીએ તો તેને પણ એક પુસ્તક લખ્યું છે. વર્ષ 2021માં તેમનું પુસ્તક PREGNANCY BIBLE: The Ultimate Manual For Moms-To-Be પ્રકાશિત થયું હતું.
-
મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીથી લોકપ્રિય બનેલી અભિનેત્રી અનુ અગ્રવાલે વર્ષ 2015માં Anusual: Memoir of a Girl Who Came Back from the Dead નામનું પુસ્તક લખ્યું હતું.
-
શિલ્પા શેટ્ટી પણ સારી લેખિકા છે. તેણે કુકિંગ અને ફિટનેસ પર પુસ્તકો લખ્યા છે.
