-
આ લિસ્ટમાં દીપિકા પાદુકોણનું નામ પ્રથમ આવે છે. અભિનેત્રીએ બેંગ્લોરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યા પછી IGNOUના ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ મોડલિંગ અસાઇનમેન્ટને કારણે તેણે ગ્રેજ્યુએશન અધવચ્ચે જ છોડી દીધું. (Photo: Deepika Padukone Instagram)
-
પ્રિયંકા ચોપરાએ આર્મી પબ્લિક સ્કૂલ બરેલીમાંથી ઇન્ટરમીડિયેટ કર્યું હતું. આ પછી તે ક્રિમિનલ સાયકોલોજિસ્ટ બનવા માંગતી હતી. પરંતુ કૉલેજમાં જઈ શકી ન હતી અને તે મૉડલિંગ તરફ વળી અને મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ તેને એક્ટિંગમાં કારકિર્દી ઘડી.(Photo: Priyanka Chopra Instagram)
-
કેટરિના કૈફનું બાળપણ ખૂબ જ મુશ્કેલભર્યુ હતું. માતા-પિતાના છૂટાછેડા પછી કેટરીના તેની માતા સાથે રહી. કેટરિના તેની માતાના વ્યવસાયની મજબૂરીને કારણે ક્યારેય સ્કૂલે જઈ શકી ન હતી. કારણ કે શિક્ષકો ઘરે ભણાવવા આવતા. (Photo: karina kaif Instagram)
-
કરીના કપૂરે મુંબઈની વેલ્હામ ગર્લ્સ સ્કૂલમાંથી ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મીઠીબાઈ કોલેજના લો કોર્સમાં એડમિશન લીધું હતું. પરંતુ જ્યારે તે બીજા વર્ષમાં હતી ત્યારે તેને ફિલ્મોની ઓફર મળવા લાગી હતી.જેને પગલે કરીનાએ અધવચ્ચે જ કાયદાનો અભ્યાસ છોડી દીધો અને અભિનેત્રી બની. (Photo: Kareena kapoor Instagram)
-
ઐશ્વર્યા રાય બચ્ચન બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેણે ઇન્ટરમાં 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે.સ્કૂલ પછી ઐશ્વર્યાએ રચના સંસદ યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ આર્કિટેક્ચર કોર્સમાં એડમિશન લીધું હતું, પરંતુ પ્રથમ વર્ષ પછી તેણે કૉલેજ અને કોર્સ બંને છોડી દીધા અને મોડેલિંગ તરફ આગળ વધી હતી. (Photo: screen grab)
-
આલિયા ભટ્ટે મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાંથી ઈન્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. તે પછી તેણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ કોલેજમાં એડમિશન લીધા બાદ જ તેને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની ઓફર કરવામાં આવી અને તેણે અભ્યાસ છોડી દીધો. (Photo: Alia bhatt Instagram)
-
ઇશા દેઓલે પણ સ્કૂલ બાદ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ બીજા વર્ષમાં તેણીએ કોલેજ છોડી અને ફિલ્મોમાં પ્રવેશ કર્યો. (Photo:Esha deol Instagram)
