ઋતિક રોશને અમિતાભ બચ્ચનને જન્મદિવસની સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી હતી. તેમજ કેપ્શનમાં લખ્યુ હતું કે, અમારા બધામાં અમિતાભ બચ્ચનની એક નાની ઝલક છે. ખુલ્લુ મોઢુ અને આશ્વર્યથી ભરેલું. ઋ્તિક રોશને જૂની યાદ શેર કરતા વધુમાં લખ્યુ હતું કે, મહબૂબ સ્ટૂડિયો બોમ્બો 1979 મારા કાકા રાજેશ રોશન મને મિસ્ટર નટરલાલ માટે ગીતનું રેકોર્ડિંગ કરવા સાથે લઇ ગયા હતાં. તે સમયે હું મેરે પાસ આઓ ગીતમાં એક લાઇન ગાવા માટે હું સહમત થઇ ગયો હતો. પરંતુ છેલ્લી ઘડીએ મેં કદમ પાછળ કરી લીધા હતા. જે વિશે આ તસવીરમાં મારા ચહેરા પર સ્પષ્ટ દેખાઇ આવે છે કે મેં શું કામ ના પાડી હતી.
શાહરૂખાને એક વીડિયો શેર કરી લખ્યુ હતું કે, આ મહાન વ્યકિત, અભિનેતા, સુપરસ્ટાર, પિતા તેમજ અલૌકિકથી શીખવા લાયક વાત એ છે કે, કયારેય હિંમત ન હારી પીછેહટ ન કરવી. તેમજ લેવલ અપ કરવું અને વારંવાર તેને લોન્ચ કરવુ. તમે હંમેશા સ્વસ્થ રહો અને અમારા પોતા-પોતિયોનું મનોરંજન કરો. લવ યૂ સર @amitabhbachchan।
શિલ્પા શે્ટ્ટીએ પણ બિગ બીને બર્થડે વિષ કરતા લખ્યુ હતું કે, એક મેટરથી એક લેજેંડ સુધી, એક પ્રેરણાથી એક આઇકોન સુધી. તમારા શાનદાર જીવનના આઠ દાયકાઓમાં એક પણ દિલ એવું નહીં હોય જેમને તમે નહીં જીત્યું હોય. અમિતજીને બર્થડેની શુભકામના. આ વર્ષ તમારા માટે સારું સ્વસ્થ લઇને આવે અને ખુશ રહેવાના વધુ તક મળે. તેમજ સતત પ્રેરણા આપતા રહેવા માટે આભાર. હંમેશા માટે પ્યાર.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોસ્ટ કરી હતી કે, આ હસ્તી સાથે એક ફેનબોય મોમેન્ટ ક્ષણ કોઇ સપનાનું પૂરુ થવાથી ઓછું નથી. તમે પરમ સુપરસ્ટાર છો અને હંમેશા રહેશો. તમે સિનેમામાં ચમક આપી છે જેની અમારા પર ઉંડી અસર થઇ છે.