bollywood divas karwa chauth 2025 celebration: દર વર્ષની જેમ અનિલ કપૂરની પત્ની સુનિતા કપૂરના કરવા ચોથની ઉજવણીમાં બોલિવૂડની ગ્લેમરસ સુંદરીઓ ઉપસ્થિત રહી હતી. મુંબઈમાં કપૂર નિવાસસ્થાને આયોજિત આ પરંપરાગત ઉજવણી સ્ટાર સ્ટાઇલ અને ફેશનનું સંપૂર્ણ કોમ્બિનેશન હતું. આ પ્રસંગે ઘણી સેલિબ્રિટી પત્નીઓ તેમની સરગી થાળી સાથે આવી હતી અને પારંપરિક અંદાજમાં ફેસ્ટિવ ગ્લો જોવા મળ્યો હતો.
શિલ્પા શેટ્ટી - ટ્રેડિશનમાં ટ્વિસ્ટ : શિલ્પા શેટ્ટી હંમેશાની જેમ આ વખતે પણ ફેશન આઇકોન હતી. પરંપરાગત સાડીને બદલે તેણે લાલ અનારકલી અને સફેદ ઘાઘરાનું સુંદર કોમ્બિનેશન પસંદ કર્યું હતું. તેના આઉટફિટ પર એમ્બ્રોઇડરનો લૂક વધારે શાહી દેખાતો હતો. લેયર્ડ જ્વેલરી, બંગડીઓ અને ગ્લોઇંગ મેકઅપ સાથે શિલ્પાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
મીરા કપૂર - મિનિમલિઝમમાં ભવ્યતા : શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ફરી એકવાર સાબિત કર્યું કે સાદગીમાં સ્ટાઇલ છુપાયેલી હોય છે. તેણો લાલ સાડી સાથે સોનેરી જરી બોર્ડરવાળું બ્લાઉઝ પહેર્યું હતું. તેના ઝુમકા, પોટલી બેગ અને બેકલેસ બ્લાઉઝે આખા લૂકને ગ્રેસફુલ અને મોર્ડન ટચ આપ્યો હતો.
રવિના ટંડન - પીળી સાડીમાં સની વાઇબ : લાલ રંગની લહેર વચ્ચે રવિના ટંડને હળવી પીળી સાડીમાં પહેરીને સૌથી અલગ અંદાજમાં જોવા મળી હતી. વાદળી ચોકર, સિંદૂર અને મંગળસૂત્ર સાથે રવિનાએ પરંપરા અને ટ્રેન્ડનું પરફેક્ટ કોમ્બો રજૂ કર્યું હતું. તેણે પોતાના વાળને બનમાં બાંધ્યા હતા અને તેમાં પીળા ફૂલ લગાવ્યા હતા. પૂજાની થાળી સાથે કેમેરા સામે હસતાં હસતાં પોઝ આપ્યા. (Photo Source: Jansatta)
ભાવના પાંડે - ગુલાબી પેસ્ટલમાં સોફ્ટ ગ્લો : અનન્યા પાંડેની માતા ભાવના પાંડેએ આ પ્રસંગ માટે પેસ્ટલ ગુલાબી કુર્તા-સલવાર સેટમાં જોવા મળી હતી. મિનિમલ મેકઅપ અને પરંપરાગત ઘરેણાં ગ્રેસફુલ લૂક આપ્યો હતો. હસીને કેમેરા સામે પોઝ આપ્યો હતો અને બધાના દિલ જીતી લીધા. (Photo Source: Jansatta)
મહીપ કપૂર - પંજાબી શૈલીમાં એલીગેંટ લુક :મહીપ કપૂર દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલિબ્રેશનનો ભાગ બની હતી. તેણીએ લાલ શોર્ટ કુર્તા અને ગોલ્ડન ઝરીના વર્ક સાથે વાદળી પટિયાલા સૂટ પહેર્યો હતો. ગોલ્ડન પોટલી બેગે તેના સ્ટાઇલિશ દેખાવમાં ઉમેરો કરે છે. (Photo Source: Jansatta)
કપૂર પરિવારનો પરંપરાગત જલવો : રીમા જૈન, અલેખા અદવાણી અને કપૂર પરિવારના અન્ય સભ્યો પણ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. આ ફોટામાં બબીતા કપૂર તેમની પુત્રવધૂ અલેખા અને અનિસા સાથે જોવા મળી રહ્યા છે. સાથે મળીને તેઓ સુનિતા કપૂરના ફેસ્ટિવ સેલિબ્રેશનને યાદગાર બનાવ્યો હતો. (Photo Source: Jansatta)
જાનવી દેસાઈ અને નતાશા દલાલ : બોલીવુડ અભિનેતા વરુણ ધવનની પત્ની નતાશા દલાલ, તેના ભાઈની પત્ની જાનવી દેસાઈ સાથે કરવા ચોથની ઉજવણીમાં શાનદાર લુકમાં જોવા મળી હતી. (Photo Source: Jansatta)
મીની માથુર - પિંક સાડી લુક : મીની માથુરે પણ અનિલ કપૂરના ઘરે કરવા ચોથની ઉજવણીમાં હાજરી આપી હતી. તેણીએ ગુલાબી સાડી પહેરી હતી. આ સાડી સાથે સોનાના દાગીના પહેર્યા હતા. (Photo Source: Jansatta)
દર વર્ષની જેમ આ વર્ષે પણ સુનિતા કપૂરનું કરવા ચોથ સેલિબ્રેશન બોલિવૂડની સુંદરતા અને પરંપરાનું મિલન સાબિત હતું. જેમાં દરેક લૂકમાં ગ્લેમ, ગ્રેસ અને ભારતીયતાની ઝલક જોવા મળતી હતી. (Photo Source: Jansatta)