-
રેપર બાદશાહ સંબંધિત સમાચાર સામે આવ્યાં છે. બાદશાહ હાલ પંજાબી એક્ટ્રેસ ઇશા રિખીને ડેટ કરી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે કોણ છે આ ઇશા રિખી જેને બાદશાહ સમય આપી રહ્યાં છે.
-
ઇશા રિખીનો જન્મ 9 સ્ટેમબર 1993ના રોજ ચંદીગઢમાં થયો હતો. ઇશા રિખી પંજાબી એક્ટ્રેસ છે.
-
તમને જાણીને નવાઇ લાગશે કે જે આજે અભિનેત્રીના રૂપમાં કાર્યરત છે તે ખરેખર તો ક્યારેય અભિનેત્રી બનવા જ માંગતી ન હતી. તે તો આ દુનિયાને નફરત કરી હતી. પરંતુ ઇશા રિખીની માતા ઇચ્છતી હતી કે ઇશા અભિનેત્રી બને. કારણ કે તેઓ એક્ટ્રેસ બનવા માંગતા હતા.
-
ઇશા રિખીએ અભિનયની દુનિયામાં પ્રવેશ પહેલાં મોડલિંગની શરૂઆત ધો. 12માં અભ્યાસ દરમિયાન કરી હતી. મોડલિંગ કરિયર પહેલાં તેણે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કર્યું હતું.
-
ઇશા રિખીએ તેના દિમાગમાં ફિલ્મ ઉધોગ પ્રત્યે ખુબ નકારાત્મક છવિ બનાવી દીધી હતી. પરંતુ જ્યારે તેણે અભિનેત્રીના રૂપમાં કારકિર્દી ધડી ત્યારબાદ તેનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે મંતવ્ય બલગાઇ ગયો.
-
એક્ટ્રેસ ઇશા રિખીએ સલમાન ખાન માટે બીંગ હ્યૂમન, અક્ષય કુમાર સાથે શો ફોર ડોલર, સોનમ કપૂર સાથે કોલગેટની જાહેરાત તેમજ અમિતાભ બચ્ચન સાથે કલ્યાણ જવેલર્સ જેવી વિવિધ બ્રાન્ડો સાથે કામ કર્યું છે.
-
રેપર બાદશાહ અને ઇશા રિખીની મુલાકાત એક ફ્રેન્ડની પાર્ટીમાં થઇ હતી. આ દરમિાન તેમની વચ્ચે મિત્રતા બંધાઇ હતી. જે બાદ બંને રિલેશનશીપમાં આવ્યાં હતા. જે અંગે એક વર્ષ પછી ખુલાસો થયો છે. તમને જણાવી દઇએ કે બાદશાહ તેની લાઇફને ખુબ પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે.
