Deepika Padukone Pregnancy Photoshoot : બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાના છે. આ દરમિયાન એક્ટ્રેસે પહેલીવાર પોતાનો બેબી બંપ બતાવ્યો છે. (Pics : deepikapadukone Insta)
પ્રેગ્નેન્સીમાં તેણે પહેલીવાર ફોટોશૂટ કરાવ્યું છે. તેની ડિલિવરીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં દીપિકાએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. (Pics : deepikapadukone Insta)
લેટેસ્ટ ફોટોશૂટમાં પતિ રણવીર સિંહ પણ પ્રેગ્નન્ટ દીપિકા સાથે જોવા મળી રહ્યો છે. બંને વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. (Pics : deepikapadukone Insta)
દીપિકા પાદુકોણે પહેલીવાર પોતાનો ફુલ બેબી બંપ બતાવ્યો છે. તેણે પ્રેગ્નેન્સીમાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. (Pics : deepikapadukone Insta)
દીપિકા ઘણીવાર બેબી બંપમાં જોવા મળી છે. પરંતુ પ્રેગનેન્સી દરમિયાન તે ક્યારેય બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી ન હતી. આવી સ્થિતિમાં ડિલિવરી પહેલા પ્રશંસકો માટે પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવવું અને તેને શેર કરવું કોઈ ગિફ્ટથી કમ નથી. (Pics : deepikapadukone Insta)
સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં દીપિકાના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો અને ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. તે બ્લેક કલરના આઉટફિટમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તે પોતાની નેચરલ બ્યૂટીને પણ ફ્લોન્ટ કરી રહી છે. (Pics : deepikapadukone Insta)
દીપિકાની આ તસવીરો સામે આવ્યા બાદ બધા તેને અભિનંદન આપી રહ્યા છે. જેમાં ટીવીથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધીના નામ સામેલ છે, જે તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. (Pics : deepikapadukone Insta)
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેની ગર્ભાવસ્થાના સમાચાર આપ્યા હતા. તેણે પોસ્ટમાં જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બર 2024માં તેમના પહેલા બેબીનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તે હવે તે તારીખની ખૂબ નજીક છે. (Pics : deepikapadukone Insta)
દીપિકા પાદુકોણના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં જોવા મળી હતી. આમાં તે એક પ્રેગ્નન્ટ લેડીના રોલમાં હતી. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન અને પ્રભાસ જેવા સ્ટાર્સ પણ મહત્વના રોલમાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. (Pics : deepikapadukone Insta)