Esha Gupta Hardik Pandya | બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તા (Esha Gupta) ઘણીવાર તેના બોલ્ડ લુક્સ માટે સમાચારમાં રહે છે. અત્યારે એકટ્રેસ એશા ગુપ્તા અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના ડેટિંગના સમાચાર બી-ટાઉનમાં ચર્ચાનો વિષય બન્યા છે
બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તા (Esha Gupta) ઘણીવાર તેના બોલ્ડ લુક્સ માટે સમાચારમાં રહે છે. અત્યારે એકટ્રેસ એશા ગુપ્તા અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા ના ડેટિંગના સમાચાર બી-ટાઉનમાં ચર્ચાનો વિષય બન્યા છે, એક સમયે આ બંનેના અફેર વિશે ઘણી ચર્ચા થઈ હતી. જોકે, બંને સેલેબ્સે ક્યારેય તેના પર પ્રતિક્રિયા આપી ન હતી. હવે ઘણા વર્ષો પછી, અભિનેત્રી એશા ગુપ્તાએ આ અંગે વાત કરી અને ડેટિંગ ન્યુઝનું સત્ય જણાવ્યું હતું.
એશા ગુપ્તા હાર્દિક પંડ્યા ડેટિંગ પર ખુલાસો : એક ઇન્ટરવ્યૂમાં એશા ગુપ્તાએ તેના ડેટિંગ સમાચાર અને હાર્દિક પંડ્યા સાથેના અફેર વિશે ખુલ્લેઆમ વાત કરી. અભિનેત્રીએ કહ્યું, 'હા, અમે થોડા સમયથી વાત કરી રહ્યા હતા. મને નથી લાગતું કે અમે ડેટિંગ કરી રહ્યા હતા. પણ હા, અમે થોડા મહિના વાત કરી હતી. અમે 'કદાચ તે થશે, કદાચ તે નહીં થાય' ના તબક્કામાં હતા.
એશા ગુપ્તા હાર્દિક પંડ્યા ડેટિંગ પર ખુલાસો : ડેટિંગ સ્ટેજ પર પહોંચતા પહેલા જ તે એન્ડ થઈ ગયું. તેથી તે ડેટિંગ નહોતું. અમે એક કે બે વાર મળ્યા, બસ. તો હા, જેમ મેં કહ્યું, તે થોડા મહિનાઓ હતા અને પછી તે એન્ડ થઈ ગયું.' એશા ગુપ્તાનું નામ વર્ષ 2018 માં હાર્દિક પંડ્યા સાથે જોડાયું હતું અને બંને વચ્ચે અફેરની ચર્ચા થઈ હતી.
એશા ગુપ્તા : એશા ગુપ્તાએ કહ્યું કે અમે કપલ બની શક્યા હોત, પણ મને નથી લાગતું કે એવું થવાનું નક્કી હતું. હાર્દિક અને હું એટલા સુસંગત નહોતા જેટલા કપલ હોવા જોઈએ. જોકે દરેકનો પોતાનો પ્રકાર હોય છે. હું દરરોજ સવારે આત્મ-મગ્નતાથી જાગી શકતી નથી. હું દરરોજ સવારે એવું વિચારીને જાગી શકતી નથી કે હે ભગવાન, અમે બંને કેટલા સારા દેખાઈએ છીએ અથવા મારી પ્રશંસા કરી શકતી નથી. હું આ બિલકુલ સહન કરી શકતી નથી.
એશા ગુપ્તા મુવી : એશા ગુપ્તાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, એશા ગુપ્તા છેલ્લે બોબી દેઓલની 'આશ્રમ' વેબ સિરીઝમાં જોવા મળી હતી. આ ઉપરાંત, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. આ દરમિયાન, તે ચોક્કસપણે કેટલાક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે અજય દેવગન સાથે 'ધમાલ 4' માં જોવા મળી શકે છે.