ક્રિકેટર શુભમન ગિલ કોને ડેટ કરી રહ્યો છે? અભિનેત્રી સારા અલી ખાને કરણ જોહર સામે કર્યો ખુલાસો
Koffee With Karan : કરણ જોહરના લોકપ્રિય શો કોફી વિથ કરણ સિઝન 8 નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળે છે
ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન શુભમન ગિલ તેની શાનદાર રમત તેમજ તેની રિલેશનશિપ સ્ટેટસને કારણે પ્રશંસકોમાં ચર્ચામાં રહે છે. તેના ચાહકો ઘણીવાર તેનું નામ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સાથે અને ક્યારેક સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડે છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
તાજેતરમાં કરણ જોહરના લોકપ્રિય ચિટ ચેટ શો 'કોફી વિથ કરણ સિઝન 8' નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં તેની આગામી મહેમાન બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને અનન્યા પાંડે બનવા જઈ રહી છે.
આ પ્રોમોમાં, કરણ જોહરે બંને અભિનેત્રીઓને તેમના સંબંધો અને અફવાવાળા બોયફ્રેન્ડ વિશે પ્રશ્નો પૂછ્યા. જે બાદ બંને અભિનેત્રીઓ તેમની લવ લાઈફના રહસ્યો પણ જાહેર કરતી જોવા મળે છે.
પ્રોમોમાં અનન્યા પાંડે આદિત્ય રોય કપૂર સાથેના તેના સંબંધોને સ્વીકારે છે. પરંતુ સારા ઈશારા દ્વારા કહેતી જોવા મળે છે કે તે ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી નથી.
આ સવાલ પર સારા હસીને કહે છે તમે લોકો ખોટા સારાના પાછળ છો. આખી દુનિયા ખોટા સારાની પાછળ છે. સારાના આ શબ્દો પરથી એવું માનવામાં આવે છે કે તે સારા તેંડુલકરનો જ ઉલ્લેખ કરી રહી છે. એટલે કે શુભમન ગિલ તેને નહીં પરંતુ સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. (ફોટો સોર્સઃ કોફી વિથ કરણ 8 સ્ક્રીન શોટ)