-
મરાઠી ઇન્ડસ્ટ્રીનો ચમકતો ચહેરો અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવનું (32) શનિવારે રાત્રે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પોલીસના સંદર્ભે સાંગલી-કોલ્હાપુર રોડ પર કોલ્હાપુર શહેર નજીક તેના ટુ-વ્હીલરને ટ્રેક્ટરે ટક્કર મારી હતી.
-
અભિનેત્રી ‘તુજ્જિયાત જીવ રંગાલા’ સહિત અનેક સીરિયલોમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે. કલ્યાણીએ થોડા દિવસ પહેલા જ ‘પ્રેમાચી ભાકરી’ નામની હોટલ શરૂ કરી હતી. ત્યારે તે હોટેલને બંધ કરી નીકળતા સમયે ડંપરની ચપેટમાં આવતા તેનું મોત થયું હોવાના સમાચાર છે.
-
અભિનેત્રીના મૃત્યુના સમાચારથી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કલ્યાણી કુરાલે જાધવે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. જેમાંથી તુહ્યાત જીવ રંગલાથી અભિનત્રીને ઘરે-ઘરે ખ્યાતિ અપાવી. તેમનો અભિનય લોકોના દિલને સ્પર્શી ગયો હતો. આ શો પછી તે બીજા ઘણા શોમાં પણ જોવા મળી હતી.
-
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહેતી હતી. તે તેના વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહેતી હતી.
-
કલ્યાણી ઇન્સ્ટા રીલ્સ પણ બનાવતી હતી. વીડિયોમાં પણ તે પોતાની એક્ટિંગ કૌશલ્યનો જલવો દર્શાવતી રહેતી હતી.
-
કલ્યાણી કોલ્હાપુરની રહેવાસી હતી. તે એક્ટિંગમાં કરિયર બનાવવા પુણે આવી હતી. પરંતુ એક અહેવાલ અનુસાર તે કોરોનાના સમયગાળામાં તેના વતન પરત ફરી હતી. ત્યારે તાજેતરમાં જ તેને એક રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું.
