-
Naaz Joshi story: કોઇપણ વ્યક્તિને સફળતા મેળવવા માટે સંઘર્ષ અને મુશ્કેલીનો સામનો તો કરવો જ પડે છે. ત્યારે આજે સંઘર્ષ અને સફળતાની એક એવી કહાની વિશે જાણીશું જે 10 વર્ષની ઉંમરમાં ગેંગરેપનો શિકાર થઈ અને રસ્તા પર ભીંખ માંગીને જીવન પસાર કરવા મજબૂર બની હોવા છતાં તેને હિંમત ન હારી અને આ યુવતીએ આજે દુનિયામાં પોતાની ઓળખ બનાવી ડંકો વગાડ્યો છે. આ યુવતી ભારતની પહેલી ટ્રાન્સઝેન્ડર ઈન્ટરનેશનલ બ્યુટી ક્વીન (India’s first transgender beauty queen) બની ગઇ છે.
-
નાઝ જોશી (Naaz Joshi) એ ટ્રાંસજેંડર ઇન્ટરનેશનલ બ્યૂટી ક્વીનનો તાજ સર કર્યા પહેલા તે ઇમ્પ્રેસ અર્થ 2021-22નો ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે. હવે તે ભારતની પ્રથમ ટ્રાંસજેંડર આંતરરાષ્ટ્રીય બ્યૂટી ક્વીન બની ગઇ છે. નાઝ જોશી માટે આ સફર એટલી સરળ રહી નથી. આ સ્તર સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.
-
મીડિયા રિપોર્ટ પ્રમાણે નાઝ જોશીનો જન્મ દિલ્હીમાં થયો હતો. નાઝ શરીરથી યુવક હતો પરંતુ તેના હાવભાવ અને રહેણીકરણી યુવતીઓ જેવી હતી. પરિવારજનોને જ્યારે ખબર પડી કે નાઝ ટ્રાન્સઝેન્ડર છે તો તેના મામાને સોંપી દીધી. અહીંથી નાઝનો સંઘર્ષ શરૂ થયો. 10 વર્ષની ઉંમરમાં ખુદ નાઝના મામાએ પોતાના મિત્રોની સાથે મળીને તેનો ગેંગરેપ કર્યો હતો. આ પછી 11 વર્ષની નાઝને તેના મામાએ હોસ્પિટલમાં જ છોડી દીધી હતી.
-
ત્યારબાદ નાઝ હોસ્પિટલ પહોંચી તો ત્યાં કિન્નર સમાજના એક વ્યક્તિએ તેની મદદ કરી અને તે પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ નાઝે ઘણી જગ્યાએ નોકરી કરી, રસ્તા પર ભીખ માંગી હતી. તેણે બાર અને મસાજ પાર્લરમાં કામ કર્યું. પરંતુ આ સાથે તેણે પોતાના અભ્યાસ પણ ચાલું રાખ્યો હતો. ત્યારબાદ તેણે ફેશન ડિઝાઇનિંગમાં ટોપ કર્યું હતું.
-
આખરે, નાઝે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજીમાંથી સ્નાતક થયા અને 2013માં સેક્સ ચેન્જ ઑપરેશન કરાવ્યું હતું. આ પછી તેણે તેની મૉડલિંગ કરિયર શરૂ કર્યું. તે એક ફોટોગ્રાફરને મળી અને તે ટ્રાન્સજેન્ડર સેક્સ વર્કરનો ફોટો શૂટ કરવા માંગતો હતો. નાઝ તેના માટે પરફેક્ટ હતી. નાઝે દિલ્હીના રસ્તાઓ પર છોકરીઓની જેમ પોશાક પહેરીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ પછી તે એક મેગેઝીનના કવર પર છવાઈ ગઈ હતી.
-
આ પ્રકારે નાઝ જોશી ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર બ્યુટી ક્વીન બની. નાઝે સતત 3 વખત મિસ વર્લ્ડ ડાયવર્સિટી બ્યુટી પેજન્ટનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત નાઝ 8 સૌંદર્ય સ્પર્ધાઓનો તાજ જીતી ચૂકી છે. તે ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર આંતરરાષ્ટ્રીય બ્યુટી ક્વીન છે.
