વિકેન્ડ પર નેટફ્લિક્સ પર આ ફિલ્મો જોવાની મજા પડશે! જુઓ લિસ્ટ
Netflix 10 Most Watched List | ઓટીટી (OTT) પ્લેટફોર્મ નેટફ્લિક્સે (Netflix) એક ડેટા બહાર પાડ્યો છે જે જણાવે છે કે આ અઠવાડિયે કઈ 10 ફિલ્મો સૌથી વધુ જોવામાં આવી છે, અહીં જુઓ લિસ્ટ
ઓટીટી (OTT) પ્લેટફોર્મ નેટફ્લિક્સે (Netflix) એક ડેટા બહાર પાડ્યો છે જે જણાવે છે કે આ અઠવાડિયે કઈ 10 ફિલ્મો સૌથી વધુ જોવામાં આવી. આ યાદીમાં 10મા નંબરે રહેલી ફિલ્મ ઘણા મહિનાઓથી નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મોની લિસ્ટમાં સામેલ છે.
થાંડેલ : નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવી અભિનીત આ તેલુગુ ફિલ્મ આ અઠવાડિયે નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મોની લિસ્ટમાં ટોચ પર છે. 7 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ થંડેલ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું.
નાદાનિયાં : આ અઠવાડિયે નેટફ્લિક્સ પર બીજી સૌથી વધુ જોવાયેલી ફિલ્મ 'નાદાનિયાં' છે. આ રોમેન્ટિક ફિલ્મમાં સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને બોની કપૂરની પુત્રી ખુશી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
ઇમર્જન્સી : આ વર્ષે ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી કંગના રનૌત અભિનીત ફિલ્મ 'ઇમર્જન્સી' ત્રીજા સ્થાને છે. આ મુવી ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન હતા એના પર આધારિત સ્ટોરી છે.
આઝાદ : અજય દેવગન અને ડાયના પેન્ટી સ્ટારર ફિલ્મ આઝાદ આ વર્ષે 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ થિયેટરોમાં કંઈ ખાસ કમાલ કરી શકી નથી, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ડાકુ : મહારાજ એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં સાઉથ સ્ટાર નંદમુરી બાલકૃષ્ણ, બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર પણ ખૂબ ધૂમ મચાવી રહી છે અને ભારતમાં આ અઠવાડિયે 7મી સૌથી વધુ જોવાયેલી ફિલ્મ છે.
ધ ઇલેક્ટ્રિક સ્ટેટ : અમેરિકન સાયન્સ ફિક્શન એક્શન-એડવેન્ચર ફિલ્મ ધ ઇલેક્ટ્રિક સ્ટેટ આ અઠવાડિયે નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મોની યાદીમાં 9 મા ક્રમે છે.
લકી ભાસ્કર : લકી ભાસ્કર ગયા વર્ષે 31 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. માત્ર 56 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 111 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે 28 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી અને ત્યારથી તે ટોચની 10 સૌથી વધુ જોવાયેલી ફિલ્મોની યાદીમાં રહી છે