-
સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના અલગ થવાની વાત હાલ જોરશોરથી ચાલી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને ડિવોર્સ લેવાના છે. આ પહેલાં પણ પાકિસ્તાની સેલેબ્સ જેઓ પોતાની ભારતીય પત્ની અથવા ગર્લફ્રેન્ડથી અલગ થઈ ગયા છે. (Photo: @memes_sp0t/twitter)
-
Mohsin Khan: રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી રીના ભારત પાછી આવી. (Photo: Social media)
-
Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન કે જેઓ ક્રિકેટર હતા તે અભિનેત્રી ઝીનત અમાન સાથે જોડાયેલા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે બંને રિલેશનશિપમાં હતા પરંતુ થોડા સમય બાદ બ્રેકઅપ કરીને અલગ થઈ ગયા હતા. (Photo: Social media)
-
Wasim Akram: વસીમ અકરમ અને સુષ્મિતા સેન વચ્ચેના રિલેશનશિપના સમાચાર પણ હેડલાઇન્સમાં રહેતા હતા. થોડા દિવસ સાથે રહ્યા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. (Photo: Social media)
-
Veena Malik: પાકિસ્તાની અભિનેત્રી વીના મલિક બોલિવૂડ એક્ટર અશ્મિત પટેલ સાથે રિલેશનશિપમાં હતી. બંનેના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. હાલમાં બ્રેકઅપ બાદ બંને અલગ થઈ ગયા છે. (Photo: Social media)
-
Somi Ali: સલમાન ખાન પણ પાકિસ્તાની અભિનેત્રી સોમી અલી સાથે રિલેશનશિપમાં હતો. થોડા વર્ષોના સંબંધ પછી બંને અલગ થઈ ગયા.
