Diwali 2023 : પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાથી લઈને આથિયા શેટ્ટી-કેએલ રાહુલ સુધી, આ 7 બોલિવૂડ કપલ લગ્ન બાદ તેમની પ્રથમ દિવાળી ઉજવશે
Diwali Celebrate By Bollywood Couples : દેશભરમાં આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ઘણા કપલ એવા છે જેમની લગ્ન બાદ આ પહેલી દિવાળી છે. લગ્ન પછી પહેલીવાર આવતા દરેક તહેવાર ખૂબ જ ખાસ હોય છે. તો ચાલો જાણીયે બોલીવુડના ક્યાર સ્ટાર્સ તેમના પાર્ટનર્સ સાથે તેમની પહેલી દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા છે
દેશભરમાં આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દરેક લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે ઘણા કપલ એવા છે જેમની લગ્ન બાદ આ પહેલી દિવાળી છે. આવી સ્થિતિમાં લગ્ન પછી પહેલીવાર આવતા દરેક તહેવાર ખૂબ જ ખાસ હોય છે. તો ચાલો જાણીયે બોલીવુડના ક્યાર સ્ટાર્સ તેમના પાર્ટનર્સ સાથે તેમની પહેલી દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા છે..
કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલ પહેલીવાર દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @kiaraaliaadvani/instagram)
સ્વરા ભાસ્કર-ફહાદ અહેમદ બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ વર્ષે ફેબ્રુઆરીમાં સપા નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. સ્વરા અને ફહાદ લગ્ન પછી પહેલીવાર દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @reallyswara/instagram)
સોનલ્લી સેગલ-આશેષ સજનાની બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી સહગલ અને આશિષ સજનાનીએ આ વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પોતાની પહેલી દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @sonnalliseygall/instagram)
આથિયા શેટ્ટી-કેએલ રાહુલ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે પણ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી આથિયાની આ પહેલી દિવાળી હશે. (ફોટો સ્ત્રોત: @athiyashetty/instagram)
લાવણ્યા ત્રિપાઠી-વરુણ તેજ દક્ષિણ ભારતીય અભિનેત્રી લાવણ્યા ત્રિપાઠી અને વરુણ તેજ આ વર્ષે 1 નવેમ્બરે લગ્ન કરી રહ્યા છે. તેઓ ફિલ્મ ઉદ્યોગના સૌથી નવા પરિણીત કપલ છે, જે લગ્ન પછી તેમની પ્રથમ દિવાળી ઉજવશે. (ફોટો સ્ત્રોત: @itsmelavanya/instagram)