-
શાહરૂખ ખાન (Shahrukh Khan), જોન અબ્રાહમ (John Abraham) તથા દીપિકા પાદુકોણ (Deepika padukone) સ્ટારર ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર (Pathaan trailer) 10 જાન્યુઆરીએ રિલીઝ કરી દેવાયું હતું. આ પછી હવે શાહરૂખ ખાન અને જોન અબ્રાહને લઇને એવી ચર્ચા હતી કે, તેમની વચ્ચે બધુ બરાબર નથી. જે અંગે જોન અબ્રાહમે સોશિયલ મીડિયા પર પોતાના દિલની વાત શેર કરી છે.
-
હકીકતમાં જોન અબ્રાહમ એક હેલ્થકેર પ્રોડક્ટ ઇવેન્ટમાં મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે તેમને શાહરૂખ વિશે પ્રશ્ન પૂછાયો તો તેને કોઇ પણ પ્રતિક્રિયા આપવાથી ઇન્કાર કરી દીધો હતો.
-
જોન અબ્રાહમના આ પ્રકારના વ્યવહાર બાદ બજારમાં એવી ચર્ચા ચાલી હતી કે, બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યુ નથી.
-
પઠાણના ટ્ર્રેલરમાં પણ જોનને ખુબ જ ઓછી વાર માટે દેખાડવામાં આવ્યો છે. જેને પગલે આ ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
-
જોન અબ્રાહમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. જોને પોતાની પોસ્ટમાં લખ્યું કે, “હું પઠાણ વિશે દિલ ખોલીને વાત કરવા માંગું છું, પરંતુ આવો 25 જાન્યુઆરી સુધી ઇંતજાર કરીએ. બિગ સ્ક્રીન એન્ટરટેનર જોવા માટે તૈયાર થઇ જાઓ. ફરી એકવાર પઠણના ટ્રેલરને પુષ્કળ પ્રેમ આપવા માટે આભાર”.
-
જોન અબ્રાહમની આ પોસ્ટ શાહરૂખ ખાન સાથેના તેના મતભેદને પુરવાર કરે છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તેઓ ‘પઠાણ’ના ટ્રેલરથી અપસેટ છે.
-
જોન અબ્રાહમે તેની આ પોસ્ટમાં વધુમાં લખ્યું કે, સિને જગતના આટલા વર્ષોમાં આ ક્ષણ મારા માટે ઘણી સ્પેશલ છે. ‘પઠાણ’ને બનાવવામાં ઘણી મહેનત લાગી છે. આ એક મોટી ફિલ્મ છે.
