-
Rahul Koli Death : 16 વર્ષિય રાહુલ કોળી (Rahul Koli) નું અમદાવાદમાં નિધન થયું છે. આ બાળ કલાકાર (Child Actor) બ્લડ કેન્સરનો શિકાર બન્યો હતો.
-
તમને જણાવી દઈએ કે, જામનગર (Jamnagar) ના હાપામાં રહેતો હતો રાહુલ કોળી, અને તેની છેલ્લો શો (chhello show) મુવી ઓસ્કર (Oscar nominated) માટે નોમિનેટ થઈ છે.
-
ઉલ્લેખનીય છે કે, જામનગરના બે બાળ કલાકારોએ છેલ્લો શો ફિલ્મમાં અભિનય કર્યો છે. જેમાં દસ વર્ષના રાહુલ કોળીનું નિધન થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
-
જામનગરના બાવરી સમાજમાંથી આવતો 16 વર્ષીય રાહુલ અભિનય ક્ષેત્રમાં ખૂબ હોશિયાર હતો ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો, તે દરમિયાન છેલ્લો શો ફિલ્મનાના ડિરેક્ટરે તેને સ્કૂલમાં જોયો હતો અને ત્યારબાદ તેનું સિલેક્શન કર્યું હતું.
-
સિલેક્શન કર્યા બાદ આ મુવીનું શૂટિંગ કોરોના સમયમાં ભાવનગર વિસ્તારમાં કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ રાહુલ બીમાર પડ્યો હતો અને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે રાહુલની તબિયત દિવસે દિવસે ખરાબ થતી હતી ત્યારે ફિલ્મના પ્રોડ્યુસરે ખર્ચો ઉપાડી તેને સારવાર અપાવી હતી.
-
જોકે રાહુલ લાંબુ જીવન જીવી શક્યો નહીં અને માત્ર એક ફિલ્મમાં કામ કર્યા બાદ તેનું અવસાન થયું છે, ત્યારે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
-
ઉલ્લેખનીય છે કે, બાવરી સમાજ અતિ પછાત સમાજ છે. જામનગરના હાપા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો છેલ્લા શો મુવીનો બાળ કલાકાર અભિનયના ઓજસ પાથરી અને અલવિદા કરી ગયો છે
