Bollywood Actress Fitness: રકુલ પ્રીત સિંહ, રશ્મિકા મંદાના સહિત અભિનેત્રીઓનો શું છે ફિટનેસ ફંડા? જાણો
Bollywood Actress Fitness workout: રકુલ પ્રીત સિંહ, રશ્મિકા મંદાના અને મલાઇકાથી લઇને સારા અલી ખાન સહિત બોલીવુડ એક્ટ્રેસ પોતાની બ્યુટીને જાળવી રાખવા ઘણી મહેનત કરે છે. આવો જાણીએ ફિટનેસ જાળવી રાખવા તેઓ શું કરે છે.
Rakul Preet Singh Fitness: રકુલ પ્રીત સિંહનું ફિટનેસનું સિક્રેટ શું છે? રકુલ પ્રીત સિંહ યંગસ્ટરમાં ઘણી ફેમસ છે અને તેના ફિટનેસ ફંડા અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. રકુલ ખાવાની ઘણી શોખિન હોવાની સાથે સાથે હેલ્થ પ્રત્યે પણ ઘણી અવેર રહે છે. તે જીમમાં વર્કઆઉટ કરીને પોતાને ફિટ રાખે છે. રકુલ પુશ-અપ, પ્લન્ક અને સાઇડ જમ્પ એકસરસાઇઝ કરે છે.
Rashmika Mandanna Fitness: પુષ્પા ફિલ્મથી નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સુંદરતાની ચારે બાજુ ચર્ચા છે. સાઉથની એક્સ્ટ્રેસ તેની બ્યૂટીની સાથે સાથે તેની ક્યુટનેસ અને અદાથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. રશ્મિકા પોતાને હિટ અને ફિટ રાખવા વર્કઆઉટ પર વધારે ફોક્સ કરે છે.
Jahnvi Kapoor Fitness: જાન્હવી કપૂરનો ફિટનેસ ફંડ પરસેવો પડાવનારો છે. જાન્હવી કપૂર બ્યૂટીને મેઇન્ટેન રાખવા માટે ઘણી મહેનત કરે છે. જાન્હવી પોતાને ફિટ રાખવા માટે જીમમાં જઇને ઘણો પરેસવો પાડે છે. જાન્હવી રનિંગ, ડંબલ્સ, સ્કાઉટ, ટ્રાઇશેપની એક્સરસાઇઝ કરે છે.
Kriti Sanon Fitness: કિર્તી સેનન ફિટનેસ ફંડાની વાત કરીએ તો યોગ પર વધુ ધ્યાન આપે છે. કિર્તી સેનન એક્ટિવ એક્સ્ટ્રેસ છે. તે બોડીને ફિટ અને હેલ્થી રાખવા માટે એકસરસાઇઝ નિયમિત કરે છે.
Malaika Arora Fitness: છૈયા છૈયા ગર્લ મલાઇકા અરોરા 50 વર્ષની વયે પણ 25 વર્ષની યુવતીને ટક્કર મારે એવી બ્યૂટી ધરાવે છે. મલાઇકાની ફિટનેસ ગજબ છે. મલાઇકા ઘણી હેલ્થ કોન્શિયસ છે અને બોડીને ફિટ રાખવા માટે જીમમાં હાર્ડ વર્કઆઉટ સહિત ઘણા પ્રકારની એક્સરસાઇઝ કરે છે
Sara Ali Khan Fitness: સારા અલી ખાનની સુંદરતા પર યંગસ્ટર ફિદા છે. કેદારનાથ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર સ્ટાર કિડ્સ સારા અલી ખાનની બ્યૂટી પર ફેન્સ આફરીન છે. સારા બોડીને મેઇન્ટેઇન રાખવા માટે ઇન્ડોર અને આઉટડોર કસરતનું બેલેન્સ જાળવે છે. જીમ સાથે તે પણ યોગા કરે છે.
Tamannaah Bhatia Fitness: તમન્ના ભાટીયાની સુંદરતાનું રાઝ શું છે? બાહુબલી ગર્લ તમન્ના ભાટીયાના પણ ઘણા ચાહકો છે. તમન્ના ભાટીયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બૂમ પડાવી રહી છે. તમન્ના તન-મનને ફિટ રાખવા માટે યોગ કરે છે.