Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની શેર કરી સંગીત સેરેમનીની તસવીરો વાયરલ, જુઓ February 26, 2024 10:27 IST
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને ફિલ્મ મેકર જેકી ભગનાની 21 ફેબ્રુઆરીએ ગોવામાં ભવ્ય લગ્ન કર્યા. આ કપલ શુક્રવારે મુંબઈ પરત ફર્યું હતું.
પરત ફર્યા ત્યારથી તેઓ તેમના ચાહકો અને ફોલોઅર્સ સાથે તેમના લગ્નના ફેસ્ટિવલથી લઈને પોતાની સુંદર તસવીરો શેર કરી રહ્યા છે.
તાજતેરમાં એક્ટ્રેસએ તેના પતિ જેકીની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે જે તેમની સંગીત નાઈટની હોય તેવું લાગે છે.
તસવીરોમાં, ડિઝાઇનર ફાલ્ગુની પીકોક દ્વારા ડિઝાઇન કરેલ ખૂબસૂરત ચમકદાર ગાઉનમાં સજ્જ રકુલ પ્રીત સિંહ જેકી સાથે પોઝ આપતી જોઈ શકાય છે.
આ તસ્વીરમાં રકુલ જેકીના ખોળામાં બેઠેલી છે અને જોરદાર સ્મિત આપી રહી છે. રકૂલ અને જેકી જોડી ખુબજ ચર્ચમાં છે.
રકુલે પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, "એક સ્વપ્નમય રાત. એક જાદુઈ રાત્રિ માટે સૌથી વધુ જાદુઈ પોશાક બનાવવા બદલ આભાર @falgunipeacock તેજસ્વી ચમકતા તારા જેવું લાગ્યું."
ન્યુલી મેરિડ કપલ રકૂલ જેકીએ શુક્રવારે ગોવાથી મુંબઈમાં ઉતર્યા પછી, પાપારાઝીઓને મીઠાઈઓ વહેંચી હતી.
રકૂલ પ્રીત સિંહ બૉલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેણે હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.
રકૂલએ હિન્દી સિનેમામાં ડેબ્યુ વર્ષ 2014 માં 'યારિયાં' ફિલ્મથી કર્યું હતું. ત્યારબાદ 'દે દે પ્યાર દે' ,'રનઅવે34', અને 'ડોક્ટરજી' માં કામ કર્યું છે.