Salman Khan Bulletproof SUV: સલમાન ખાન માટે નવી બુલેટપ્રુફ કાર, બોમ્બ એલર્ટ સિસ્ટમથી સજ્જ, કિંમત જાણી ચોંકી જશો
Salman Khan Import Bulletproof Car: સલમાન ખાન માટે દુબઇથી બુલેટપ્રુફ કાર નિસાન પેટ્રોલ એસયુવી ઇમ્પોર્ટ કરવામાં આવી છે. આ કાર પર ગોળીબાર અને બોમ્બની કોઇ અસર થતી નથી. જાણો કિમત અને સિક્યોરિટી ફીચર્સ
Salman Khan Bulletproof Nissan Patrol SUV: સલમાન ખાન ને લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. આ દરમિયાન સલમાન ખાનની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સલમાન ખાનની સુરક્ષા માટે દુબઇ થી ખાસ બુલેટપ્રુફ એસયુવી કાર ઇમ્પોર્ટ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ બુલેટપ્રુફ કારમાં બોમ્બ એલર્ટ ઇન્ડિકેટર જેવા ફીચર્સથી સજ્જ છે અને ફાયરિંગ કે બોમ્બ વિસ્ફોટમાં પણ સુરક્ષિત રહે છે. ચાલો જાણી સલમાન ખાનની બુલેટપ્રુફ કારની કિંમત અને ખાસિયતો વિશે વિગતવાર (Photo: Social Media)
Salman Khan Bulletproof Nissan Patrol SUV Car : સલમાન ખાન માટે બુલેટપ્રુફ નિસાન પેટ્રોલ એસયુવી કાર સલમાન ખાન માટે દુબઇ થી જે બુલેટપ્રુફ કાર ઇમ્પોર્ટ કરવામાં આવી છે તે નિસાન પેટ્રોલ એસયુવી કાર છે. આ કાર ભારતમાં ઉપલબ્ધ નથી. નિસાન પેટ્રોલ એસયુવી બહુ મજબૂત અને સ્ટ્રોગ ગાડી છે. આ કાર પર ગોળીબાર કે બોમ્બ વિસ્ફોટની કોઇ અસર થતી નથી. બુલેટપ્રુફ નિસાન પેટ્રોલ એસયુવી કાર પર્લ વ્હાઇટ શેડમાં તૈયાર કરવામાં આવી છે. (Photo: Social Media)
Salman Khan Bulletproof Car Security Features : સલમાન ખાન માટે બુલેટપ્રુફ કાર સિક્યોરિટી ફીચર્સ સલમાન ખાનની બુલેટપ્રુફ કાર નિસાન પેટ્રોલ એસયુવી ઘણા સિક્યોરિટી ફીચર્સથી સજ્જ છે. નિસાન પેટ્રોલ એસયુવી કારના એન્જિનની વાત કરીયે તો તેમા 5.6 લીટર V8 પેટ્રોલ એન્જિન છે જે 405 bhp અને 560 nm ટોર્ક જનરેટ કરે છે. નિસાન પેટ્રોલ એસયુવીમાં 7 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને સ્ટાન્ડર્ડ ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે. (Photo: Social Media)
Salman Khan Bulletproof Car Price : સલમાન ખાન ની બુલેટપ્રુફ નિસાન પેટ્રોલ એસયુવી કારની કિંમત મીડિયા રિપોર્ટ મુજબ આ નિસાન કાર જાડા બુલેટપ્રુફ ગ્લાસ અને બોમ્બ એલર્ટ સેન્સર સિસ્ટમથી સજ્જ છે. ડ્રાઇવર પેસેન્જર્સ ને છુપાવવા માટે ડાર્ક શેડ્સ લાગેલા છે. આ કાર પર ગોળીબાર કે બોમ્બની કોઇ અસર થતી નથી. આ એક ફુલ સાઇઝ SUV છે, જે ન માત્ર પાવરફુલ સાથે સાથે હાઇ પર્ફોર્મન્સ કાર છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાનની આ બુલેટપ્રુફ નિસાન એસયુવી કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. (Photo: Social Media)
સલમાન ખાન પાસે છે નવી રેન્જ રોવર કાર સલમાન ખાન પાસે ઘણી લક્ઝ્યુરીયસ કાર છે. સલમાન ખાન પાસે બ્રાન્ડ ન્યુ રેન્જ રોવર SV LWB 3.0 કાર પણ છે, જે તેણે તાજેતરમાં ખરીદી હતી. આ લક્ઝુરીયસ કારની કિંમત 4.40 કરોડ રૂપિયા છે. આ એક પાવરફુલ કાર છે, જેમા 3.0 લીટરનું પ્લગ ઇન એન્જિન છે, જે મહત્તમ 503 bhp અને 700 nm ટોર્ક જનરેટ કરે છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ એક મજબૂત અને સોલિડ કાર છે. (Photo: @beingsalmankhan)
લોરેન્સ બિશ્નોઈ ની ધમકી બાદ સલમાન ખાનની સુરક્ષા વધારાઇ લોરેન્સ બિશ્નોઈ ની ધમકી બાદ સલમાન ખાનની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજકારણી બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને ધમકીઓ મળી છે. તાજેતરમાં મુંબઇ ટ્રાફિક પોલીસના વોટ્સઅપ નંબર પર સલમાન ખાનને આપવામાં આવી હતી, જેમા અભિનેતા પાસેથી 5 કરોડ રૂપિયાન ખંડણી માંગી હતી. ધમકી વચ્ચે પણ સલમાન ખાને બિગ બોસ 18નું શુટિંગ શરૂ કર્યું છે. (Photo: Social Media)