Sara Ali Khan Birthday : કરીના કપૂરે સારા અલી ખાનને તેના જન્મદિવસ પર આવું કહી પાઠવી શુભેચ્છા
Sara Ali Khan Birthday : સારા અલી ખાન આગામી સમયમાં અનુરાગ બાસુની મેટ્રો...ડિનોમાં જોવા મળશે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ, અલી ફઝલ, નીના ગુપ્તા, કોંકણા સેનશર્મા, પંકજ ત્રિપાઠી અને અન્ય કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 29 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે.
સારા અલી ખાન (Sara Ali Khan) આજે તેનો 29 મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીને ચાહકો અને ફેમિલી અને સેલિબ્રિટીઝ તરફથી બર્થ ડે પર ખાસ રીતે વિશ કરવામાં આવી રહ્યું છે ત્યારે કરીના કપૂરે પણ સારા અલી ખાનને સૈફ અલી ખાન સાથે એક પુત્રી સારાનો ફોટોગ્રાફ શેર કરી જન્મદિવસની સ્વીટ શુભેચ્છા પોસ્ટ કરી છે.
સારા અલી ખાન અને કરીના કપૂર વચ્ચે એક સ્ટ્રોંગ બોન્ડ છે તે બધા જાણે છે, ફરી એકવાર તેની સાક્ષી આપતા તાજતેરમાં ક્રૂ અભિનેત્રી કરીનાએ તેના 29 માં જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છા પોસ્ટ કરી હતી. કરીનાએ તેની ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝ શેર કરી છે અને પિતા-પુત્રીની જોડી, સૈફ અલી ખાન અને સારાનો અદભૂત મોનોક્રોમેટિક ફોટો શેર કર્યો હતો.
ફોટામાં પિતા પુત્રીએ ફોર્મલ કોસ્ચ્યુમમાં સફેદ ટી-શર્ટ પર કાળા બ્લેઝરમાં જોવા મળે છે. 'જન્મદિવસની શુભકામનાઓ ડાર્લિંગ સારા (રેડ-હાર્ટ ઇમોજી સાથે) ખુબજ પ્રેમ અને કોળાની સબઝી મોકલી રહી છું,' જેના પછી બે રેડ-હાર્ટ્સ અને એક મેઘધનુષ્ય ઇમોજી મૂકી સારા ળકી ખાનને ટેગ કર્યું છે.
સારા અલી ખાન સૈફ અલી ખાન અને તેની પ્રથમ પત્ની અમૃતા સિંહની પુત્રી છે. તેનો એક ભાઈ ઈબ્રાહિમ અલી ખાન પણ છે. બર્થડે ગર્લએ 2018માં કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તે ઘણી નોંધપાત્ર ફિલ્મોનો ભાગ રહી છે.
આ દરમિયાન, વર્ક ફ્રન્ટની વાત કરીયે સારા અલી ખાન આગામી સમયમાં અનુરાગ બાસુની મેટ્રો...ડિનોમાં જોવા મળશે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ, અલી ફઝલ, નીના ગુપ્તા, કોંકણા સેનશર્મા, પંકજ ત્રિપાઠી અને અન્ય કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 29 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે.
ત્યારે કરીના હવે રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં જોવા મળશે . મલ્ટી-સ્ટારર ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અજય દેવગણ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને જેકી શ્રોફ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખૂબ જ અપેક્ષિત આ ફિલ્મ દિવાળી 2024ના ખાસ અવસર પર રિલીઝ થશે.