-
બોલિવૂડની ફિલ્મોમાં (bollywood films) અત્યંત મધુર ગીત આપનાર સિંગર શાન ઉર્ફ શાંતનું મુખર્જી આજે 30 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ (shann birthday) સેલિબ્રેટ કરી રહ્યો છે. શાને ‘દિલ ચાહતા હૈ’, ‘ફના’, ‘સાંવરિયા’, ‘થ્રી ઇડિયટ્સ’ જેવી ફિલ્મોમાં પોતાનો મધુર અને રોમેટિંક અવાજ આપી સુપર હિટ ગીતો (bollywoos super hit song) આપ્યાં છે.
-
શાનને સંગીત વારસાગતામાં મળ્યું છે. શાનના દાદા ‘જહર મુખર્જી’ અને તેના પિતા ‘માનસ મુખર્જી’ પણ એક સંગીતકાર હતાં. શાન જ્યારે 13 વર્ષના હતાં તે સમયે તેમના પિતાનું નિધન થઇ ગયું હતું. ત્યારબાદ પરિવારની જવાબદારી શાનના માતા પર આવતા તેમણે પણ ગાવાની શરૂઆત કરી હતીં.
-
રોમેટિક ગીત માટે ખ્યાતિ ધરાવનાર શાને 17 વર્ષની ઉંમરે સંગીતમાં કરિયર બનાવવાનો પ્રારંભ કર્યો હતોં. શાને પ્રથમ ગીત નાના પાટેકર અને માધુરી દીક્ષીતની ફિલ્મ પરિદેંમાં ગાયું હતું.
-
ખરેખર તો શાનને સંગીતમાં સફળતા આરડી બર્મનનું ગીત ‘રૂપ તેરા મસ્તાના’ના રિમિક્સથી મળી હતીં. આ ગીત સુપરહિટ ગયું હતુ. શાને અત્યારસુધીમાં પોપ, જૈજ, દેશભક્તિ, રોમેટિંક, હિપ હોપ, રોક જેવા ગીતો ગાઇ સંગીતમાં પોતાનું યોગદાન આપ્યું છે.
-
સંગીત સિવાયા શાને એક્ટિંગમાં પણ કિસ્મતને અજમાવી છે. તેણે ઘણી ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યાં છે. જોકે એક્ટિંગમાં તેમને જોઇ એવી સફળતા હાથ લાગી નહી્.
-
સિંગર શાનની લવ લાઇફ વિશે વાત કરીએ તો તેની લવ લાઇફ પણ રસ્પ્રદ અને ફિલ્મી છે.
-
શાનની જ્યારે પહેલીવાર તેની પત્ની રાધિકા સાથે મુલાકાત થઇ ત્યારે રાધિકા માત્ર 17 વર્ષની હતીં. અને શાન 24 વર્ષનો હતોં. શાને તે સમયે રાધિકાને હોલિડેમાં બીચ પર અત્યંત રોમેટિંક રીતે પ્રપોઝ કરી હતીં. શાન અને રાધિકા લોન્ગ ટાઇમ રિલેશનશિપમાં રહી એકબીજાને સારી રીતે સમજ્યા બાદ વર્ષ 2000માં લગ્ન કર્યાં હતાં. આજે તેમને બે દિકરા સોહમ અને શુભ છે.
