-
પેન ઇન્ડિયા સ્ટાર તરીકે નામના મેળવી ચકેલા અભિનેતા પ્રભાસ આજે 23 ઓક્ટોબરે જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. વર્ષ 1979માં ચેન્નઇમાં જન્મેલા પ્રભાસે શાનદાર અભિનયના બળ પર દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે બોલિવૂડમાં પણ જાદુ ચલાવ્યો છે. પર્દા પર એક્શન હીરોથી લઇ રોમેટિંક લવરની પણ ભૂમિકા ચૂક્યાં છે. તાજેતરમાં પ્રભાસ તેની આગામી ફિલ્મ ‘આદિપુરૂષ’ને લઇ જોરશોરથી ચર્ચામાં છે. પ્રભાસના જન્મદિવસ પર તેના જીવનની ખાસ વાત પર નજર કરીએ.
-
અભિનેતા પ્રભાસના પિતા ઉપ્પલપતિ સૂર્ય નારાયણ એક ફિલ્મ નિર્માતા હતા. જ્યારે પ્રભાસના કાકા કૃષ્ણમ રાજૂ પણ એક્ટર છે. પ્રભાસનું પુરૂ નામ ઉપ્પલપતિ વેંકટ સૂર્યનારાણ પ્રભાસ રાજૂ છે. પ્રભાસ ચૈતન્ય કોલેજ હૈદરાબાદમાં એન્જીનિયરિંગનો વિધાર્થી રહી ચૂક્યો છે. પ્રભાસ ખૂબ જ શર્મિલો સ્વભાવ ધરાવે છે. આ સાથે તેઓ ખૂબ જ વિનમ્ર અને મહિલાઓનું ખુબ જ સન્માન કરે છે.
-
પ્રભાસની ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં દમદાર પર્ફોમન્સ આપ્યો છે. તેણે અલગ અલગ કિરદાર પણ અદા કર્યા છે. જોકે બાહુબલી પ્રભાસના જીવનનો ટર્નિંગ પોઇન્ટ રહ્યો છે. આ ફિલ્મ દ્વારા પ્રભાસે વિશ્વસ્તરે નામના મેળવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રભાસ અક સમયે એક જ પ્રોજક્ટ કરે છે.
-
બાહુબલી પહેલા પ્રભાસ અજય દેવગણની ફિલ્મ એક્શન જેક્શનમાં નજર આવ્યો હતો. પ્રભાસે આ ફિલ્મના એક ગીતમાં કેમિયો રોલ અદા કર્યો હતો. જેમાં પ્રભાસ સાથે સોનાક્ષી સિન્હા થિરકતી નજર આવી હતી. આ સિવાય પ્રભાસ વર્ષ 2009માં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સાથે પણ કામ કરી ચૂક્યો છે. આ વાત અમુક લોકોને જ ખ્યાલ હશે કે કરિયરના પ્રારંભમાં કંગના તેલુગુ ફિલ્મ ‘નિરંજન’માં પ્રભાસ સાથે જોવા મળી હતી.
-
બાહુબલીની શૂટિંગ સતત પાંચ વર્ષ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન પ્રભાસે કોઇ ફિલ્મ સાઇન ન કરી હતી. જે અંતર્ગત પ્રભાસે 200 કરોડની ઓફરને ઠુકરાવી દીધી હતી.
